મહારાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસના કેસનો આંકડો 8 હજાર નજીક, 729 લોકોના મોત

21 June, 2021 07:11 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 7,998 જેટલા કેસો નોંધાયા છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ બાદ હવે મ્યુકોરમાઈકોસિસે કહેર મચાવ્યો છે.  મહારાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 7,998 જેટલા કેસો નોંધાયા છે. જેમાંથી 4,398 દર્દીઓ હાલમાં આ રોગની સારવાર હેઠળ છે. જ્યારે  જ્યારે 729 લોકો આ રોગનો ભોગ બન્યા છે. 

નાગપુરમાં 1,296, પુનામાં 1,187 અને ઓરંગાબાદ 940 બ્લેક ફંગસના સૌથી  કેસ નોંધાયા છે. તાજેતરમાં રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોમાં મ્યુકોરમાઇકોસિસ અથવા  બ્લેક ફંગસના ઉપચાર માટેના દરો પણ નક્કી કર્યા છે. 

મ્યુકોરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસ એ ફંગલ ઇન્ફેક્શનથી થાય છે.  ફંગલ બીજ હોય તેવા વાતાવરણમાં આવવાથી કે તેવા લોકોના સંપર્કમાં આવવાથી લોકો બ્લેક ફંગસનો ભોગ બને છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ શરીરમાં કટ, ભંગાણ, બર્ન અથવા ત્વચા પર થયેલી અન્ય ઈજા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશે છે, ત્યાર બાદ તેમાં તેનો ફેલાવો વધતો જાય છે.  આ રોગ એવા દર્દીઓમાં જોવા મળી રહ્યો છે કે જેઓ કોવિડ -19 માંથી સ્વસ્થ થઈ રહ્યા છે અથવા સ્વસ્થ થયા છે. તદુપરાંત ડાયાબિટીઝ અને જેની રોગપ્રતિકારક શક્તિ સારી રીતે કાર્યરત નથી તે કોઈપણને આ રોગ સામે સાવચેત રહેવાની જરૂર છે.

આ રોગ એવા દર્દીઓમાં જોવા મળી રહ્યો છે કે જેઓ કોવિડ -19 માંથી સ્વસ્થ થઈ રહ્યા છે અથવા સ્વસ્થ થયા છે. તદુપરાંત, ડાયાબિટીઝ અને જેની રોગપ્રતિકારક શક્તિ સારી રીતે કાર્યરત નથી તે કોઈપણને આ રોગ સામે સાવચેત રહેવાની જરૂર છે.

national news mucormycosis mumbai maharashtra