ચિદમ્બરમ અને કાર્તિના આગોતરા જામીન એક ફેબ્રુઆરી સુધી લંબાવાયા

12 January, 2019 08:21 AM IST  | 

ચિદમ્બરમ અને કાર્તિના આગોતરા જામીન એક ફેબ્રુઆરી સુધી લંબાવાયા

પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમ

ઍરસેલ-મૅક્સિસ કૌભાંડમાં ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના આગોતરા જામીન દિલ્હી હાઈ ર્કોટે એક ફેબ્રુઆરી સુધી લંબાવ્યા છે. સીબીઆઈ વકીલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ર્કોટને જણાવ્યું હતું કે ઍરસેલ-મૅક્સિસ સોદામાં ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ર્બોડની મંજૂરી બાબતે આચરવામાં આવેલી ગેરરીતિઓ સંબંધિત તપાસ પૂરી થવાની તૈયારીમાં છે, જેને પગલે ઘ્ગ્ત્ના સ્પેશ્યલ જજ ઓ. પી. સૈનીએ કેસની સુનાવણી ૧ ફેબ્રુઆરી પર પાછળ ઠેલી હતી.

આ પણ વાંચોઃ શારદા ચિટફંડ કૌભાંડમાં ચિદમ્બરમના પત્ની વિરુદ્ધ CBIએ દાખલ કરી ચાર્જશીટ

national news p chidambaram