ભારતીય ખેલાડીઓની હત્યાની ધમકી આપનારો યુવક ઝડપાયો

23 August, 2019 02:37 PM IST  |  મુંબઈ | ફૈઝાન ખાન

ભારતીય ખેલાડીઓની હત્યાની ધમકી આપનારો યુવક ઝડપાયો

ભારતીય ખેલાડીઓની હત્યાની ધમકી આપનારો યુવક ઝડપાયો

મહારાષ્ટ્રના ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ બોર્ડ ઑફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સત્તાવાર ઈ-મેઇલ આઇડી પર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને ધમકીભર્યા મેસેજ કરવા બદલ બેચલર ઑફ સાયન્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૧૯ વર્ષના વિદ્યાર્થી બ્રજ મોહન દાસની મંગળવારે આસામથી ધરપકડ કરી હતી. એટલું જ નહીં, તેણે અન્ય દેશોના ત્રણ ક્રિકેટ બોર્ડને પણ આ પ્રકારના મેસેજ મોકલ્યા હતા. તપાસના આધારે માલૂમ પડ્યું હતું કે ‘તે એક તેજસ્વી વિદ્યાર્થી છે. જોકે, તેનાં માતા-પિતાએ બ્રજ મોહન માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે તેમ જ હાલમાં તેની સારવાર ચાલી રહી છે એ જણાવતી અરજી સાથે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
એટીએસના મતાનુસાર, ૧૬ ઑગસ્ટે બીસીસીઆઇને એક ઈ-મેઇલ મળ્યો હતો જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈ-મેઇલનું લખાણ ગંભીર સ્વરૂપનું હતું. એને પગલે એટીએસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવ્યો હતો. ત્યાર બાદ એટીએસે સ્થાનિક પોલીસની મદદથી બ્રજ મોહનને તેના ઘરેથી ઝડપી લીધો હતો.

mumbai cricket news