પરાંવાસીઓ, તમારું વીજળીનું બિલ એક ટકો વધશે

22 January, 2023 08:09 AM IST  |  Mumbai | Dharmendra Jore

અદાણી ઇલેક્ટ્રિસિટીએ રેસિડેન્શિયલ વીજદરમાં સરેરાશ આટલો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે ઔદ્યોગિક અને વેપારી વીજદરમાં અંદાજે ૧૧થી ૧૮ ટકાનો ઘટાડો કરવા માગે છે : ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ પૉઇન્ટને વધુ લાભ મળશે

આજના ભાવની તુલનાએ ઈવી ચાર્જિંગ ઇલેક્ટ્રિકની સરખામણીએ લગભગ ૨૮ ટકા સસ્તું પડશે. સૈયદ સમીર અબેદી

મુંબઈ : સબર્બન પાવર સપ્લાયર અદાણી ઇલેક્ટ્રિસિટીએ રેસિડેન્શિયલ વીજદરમાં સરેરાશ એક ટકાના દરે વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે ઔદ્યોગિક અને વેપારી વીજદરમાં અંદાજે ૧૧થી ૧૮ ટકાનો ઘટાડો કરવા માગે છે. ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ પૉઇન્ટને વધુ લાભ મળવો અપે​ક્ષિત છે, કેમ કે કંપનીએ રાજ્ય નિયામકને વીજદરમાં ૨૮થી ૩૮ ટકાનો ઘટાડો કરવા જણાવ્યું છે. આ દરખાસ્ત નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ અને ૨૦૨૪-’૨૫ માટે મલ્ટિ-યર ટૅરિફ રેગ્યુલેશન્સની ટ્રુઇંગ-અપ પ્રક્રિયા હેઠળ કરવામાં આવી છે. નિયમનકારના નિર્દેશ મુજબ કંપનીએ ગઈ કાલે જાહેર નોટિસ બહાર પાડી હતી.

મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન ૧૬ ફેબ્રુઆરીએ ગ્રાહકોની વિવિધ શ્રેણીઓના ટૅરિફમાં સુધારો કરતાં પહેલાં વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ગ્રાહક પ્રતિનિધિઓ અને અન્ય હિતધારકોનાં સૂચનો અને વાંધાઓ સાંભળશે. કંપનીએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકોને હાલમાં લાગતા ટૅરિફની તુલનામાં ૧૧થી ૧૮ ટકાના સંચિત ઘટાડા સાથે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ અને નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં નોંધપાત્ર સ્પર્ધાત્મક સૂચિત ટૅરિફનો વ્યાપક લાભ મળશે. જોકે સ્થાનિક ગ્રાહકોએ તેમના માસિક વપરાશ અને વપરાશના સ્લૅબના આધારે શ્રેણીઓ ખરીદવાની રહેશે, જેના આધારે કેટલાકને વધુ તો કેટલાકને ઓછી ચુકવણી કરવી પડી શકે છે.

રેસિડેન્શિયલ ગ્રાહકોએ

હાલના બિલની તુલનાએ વીજદરમાં લઘુતમ એક ટકાનો વધારો ચૂકવવો પડી શકે છે.  જોકે ઈવી ચાર્જિંગ આજના દરની તુલનાએ લગભગ ૨૮ ટકા જેટલું સસ્તું પડી શકે છે. આ પગલું ઈવી ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે લેવાયું છે. એમ જણાવાય છે કે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૩માં એકંદરે છૂટક ફુગાવાનો દર ૪.૭ ટકાએ રહેવાની શક્યતા હોવા છતાં સ્પર્ધાત્મક દરખાસ્તનું સૂચન કરવામાં આવ્યું હતું.આંકડાકીય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ડિસેમ્બર મહિનામાં છૂટક ફુગાવો ૫.૭૨ ટકાએ નોંધાયો હતો.

કંપનીએ જણાવ્યું હતું કે એને મળતા વીજપુરવઠામાંથી ૩૦ ટકા હાઇબ્રિડ સોલર અને વિન્ડ-સ્રોતો પાસેથી ૩.૨૪ રૂપિયા પ્રતિ યુનિટના ફિક્સ્ડ દરે મળે છે. કંપની વધુ ૧૫૦૦ મેગાવૉટ ઊર્જા મેળવવાની પ્રક્રિયામાં છે, જેમાંની લગભગ ૫૧ ટકા રિન્યુએબલ એનર્જી સ્રોતોમાંથી મેળવશે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે અદાણી ઇલેક્ટ્રિસિટી ૨૦૨૭ સુધીમાં રિન્યુએબલ એનર્જી સ્રોતોથી એની મોટા ભાગની વીજળીની માગ (૬૦ ટકા)ને સ્રોત કરવા માટે વિશ્વભરની કેટલીક યુટિલિટીઓમાંની એક હોવાનો ગર્વ અનુભવશે.

mumbai mumbai news maharashtra