ફૂડ ઍપ્સ ભૂલો અને જમવા માટે રેસ્ટોરાંમાં જ જવાની તૈયારી કરો

23 August, 2019 02:35 PM IST  |  મુંબઈ | ફોરમ દલાલ

ફૂડ ઍપ્સ ભૂલો અને જમવા માટે રેસ્ટોરાંમાં જ જવાની તૈયારી કરો

ફૂડ ઍપ્સ ભૂલો અને જમવા માટે રેસ્ટોરાંમાં જ જવાની તૈયારી કરો

નૅશનલ રેસ્ટોરાં અસોસિએશન ઑફ ઇન્ડિયા (એનઆરએઆઇ)એ ફૂડ એગ્રિગેટર ઍપ્સ પર આપવામાં આવતા ઊંચા ડિસ્કાઉન્ટ વિરુદ્ધ લૉગઆઉટ મૂવમેન્ટ આદરી છે ત્યારે મુંબઈ ચૅપ્ટરના હેડ અનુરાગ કટિયારે અન્ય રાજ્યોના ચૅપ્ટરના સભ્યો સાથે તેમ જ નૉન-એનઆરએઆઇ પ્રતિનિધિઓ સાથે ગઈ કાલે બેઠક યોજી હતી જેમાં ઝોમૅટો, સ્વિગી અને ઉબેર ઇટ્સ જેવી ફૂડ ઍપ્સ પરની સર્વિસ ડિ‌લિવરી સામેનો અસંતોષ ઉજાગર થયો હતો.
અમદાવાદ અને જયપુરના પ્રતિનિધિઓ કૉન્ફરન્સ કૉલ પર હતા, જ્યારે બરોડા અને નોઇડાના રેસ્ટોરાં માલિકો લૉગઆઉટ મૂવમેન્ટને સમર્થન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
કટિયારે જણાવ્યું હતું કે ‘ઝોમૅટોએ આ મુદ્દે ચર્ચા કરવી જ પડશે અન્યથા રેસ્ટોરાં પણ ડિલિવરી કરવામાંથી બહાર નીકળી જશે. એનઆરએઆઇએ બૅન્ગલોરમાં સ્વિગી સાથે બેઠક યોજી હતી, પણ તેમણે પણ આ મામલે ધ્યાન આપવાનું કેવળ વચન જ આપ્યું છે. તેઓ પણ નક્કર ઉપાય શોધવાને બદલે સમય પસાર કરી રહ્યા છે.”

mumbai