વરલી-શિવડી કનેક્ટરને કોસ્ટલ રોડ સાથે જોડતા અન્ડરપાસનું મોટા ભાગનું કામ પૂરું

05 May, 2025 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજો બાંદરા તરફ જવા માટે હશે. આ અન્ડરપાસ ચાલુ થયા બાદ દાદર તરફથી આવનારા મોટરિસ્ટો સાઉથ મુંબઈ જવા અને બાંદરા તરફ જવા પણ એનો ઉપયોગ કરી શકશે.

કોસ્ટલ રોડ સાથે જોડતા અન્ડરપાસનું મોટા ભાગનું કામ પૂરું

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મહત્ત્વાકાંક્ષી એવા કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો પહેલો તબક્કો ચાલુ થયા પછી હવે કોસ્ટલ રોડને અટલ સેતુ સાથે જોડતા વરલી–શિવડી કનેક્ટરનું કામ ચાલી રહ્યું છે. આ કનેક્ટરને કોસ્ટલ રોડ સાથે જોડવા વરલી સીફેસના ખાન અબ્દુલ ગફાર ખાન રોડની નીચેથી અન્ડરપાસ બનાવવામાં આવી રહ્યો છે જેનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે અને એ ટૂંક સમયમાં લોકોની સુવિધા માટે ખુલ્લો મુકાશે. હાલ એનું લેનનું પેઇન્ટિંગ, લાઇટિંગ વગેરેના ટચ-અપનું કામ ચાલી રહ્યું છે.

વરલી સીફેસના નૉર્થ બાઉન્ડ ખૂણે આવેલા જે.કે. કપૂર ચોકથી વરલી-શિવડી કનેક્ટર ચાલુ થઈ રહ્યો છે ત્યારે એ જે.કે. કપૂર ચોકથી વરલી સીફેસના સાઉથ બાઉન્ડ કૉર્નર પરના બિન્દુ માધવ ઠાકરે ચોક સુધી અન્ડરપાસ બનાવવામાં આવ્યો છે. ૫૫૦ ​મીટર લાંબા અને ૧૧ ​મીટર પહોળા અન્ડરપાસના બે ફાંટા પડશે. એક સાઉથ મુંબઈ જવા માટે હશે, જ્યારે બીજો બાંદરા તરફ જવા માટે હશે. આ અન્ડરપાસ ચાલુ થયા બાદ દાદર તરફથી આવનારા મોટરિસ્ટો સાઉથ મુંબઈ જવા અને બાંદરા તરફ જવા પણ એનો ઉપયોગ કરી શકશે.

brihanmumbai municipal corporation Mumbai Coastal Road news mumbai mumbai news mumbai traffic south mumbai dadar bandra sea link worli