વિશ્વની સૌથી વધુ વજનદાર મહિલા સર્જરી માટે મુંબઈમાં

11 February, 2017 04:45 AM IST  | 

વિશ્વની સૌથી વધુ વજનદાર મહિલા સર્જરી માટે મુંબઈમાં

રૂપસા ચક્રબર્તી

૫૦૦ કિલો વજન ધરાવતી વિશ્વની સૌથી વધુ વજનદાર મહિલા ગણાતી ઇજિપ્તની એમાન અહમદ તેની બહેન શાઇમા અહમદ સાથે આજે વહેલી સવારે મુંબઈ પહોંચવાની હતી. લાઇફ-સેવિંગ બૅરિયાટ્રિક સર્જરી અને ત્યાર પછીની ટ્રીટમેન્ટ માટે ઇજિપ્ત ઍરના માલવાહક પ્લેનમાં આજે પરોઢિયે ૪.૧૦ વાગ્યે એમાન મુંબઈ પહોંચવાની હતી.

એમાન પચીસ વર્ષથી તેના ઘરમાંથી બહાર નથી નીકïળી. તેની ફેમિલી એમાનના જીવનમાં કોઈ સુધારો થવાની આશા ગુમાવી બેઠી હતી, પરંતુ છેલ્લો પ્રયાસ કરવાના ઉદ્દેશથી ફૅમિલી-મેમ્બર્સ અગ્રણી બૅરિયાટ્રિક સજ્ર્યન ડૉ. મુફઝ્ઝલ લાકડાવાલાને મળ્યા હતા.

ફૅમિલી-મેમ્બર્સની પરેશાની જોઈને ડૉ. મુફઝ્ઝલ લાકડાવાલાનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. તેમણે કોઈ પણ ફી લીધા વગર એમાનના શરીરમાંથી મોટા ભાગની ચરબી કાઢી નાખવા માટે બૅરિયાટ્રિક સર્જરી કરી આપવાની ઑફર કરી હતી.

એમાન મુંબઈમાં આવ્યા પછી તેને સુસજ્જ ટ્રકમાં સૈફી હૉસ્પિટલમાં લઈ જવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. તેની સમગ્ર ટ્રીટમેન્ટ સૈફી હૉસ્પિટલ સ્પૉન્સર કરે છે. હૉસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રન્સ પાસેની ઑફિસ ટ્રીટમેન્ટના છ મહિના માટે ખાલી કરીને એમાનની જરૂરિયાતો માટે ફાળવવામાં આવી છે.