બુલેટ ટ્રેનના BKC સ્ટેશનનું કામ ઍર-પૉલ્યુશનને લીધે સ્થગિત

26 December, 2025 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ ઇન્સ્પેક્શન પછી આ પ્રોજેક્ટ ઑથોરિટીને શો કૉઝ નોટિસ આપી હતી

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઍર-પૉલ્યુશનના કારણે કેટલાક ભાગોમાં અટકાવી દેવામાં આવ્યું છે. કેટલીક પ્રોજેક્ટ-સાઇટ્સ પર પૉલ્યુશન-કન્ટ્રોલના નિયમોનું પાલન ન થતું હોવાને કારણે અધિકારીઓએ કામ અટકાવ્યું હોવાની માહિતી મળી હતી. અહેવાલો પ્રમાણે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં બુલેટ ટ્રેન સ્ટેશન પર કન્સ્ટ્રક્શન ઍક્ટિવિટી અટકાવી દેવામાં આવી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ ઇન્સ્પેક્શન પછી આ પ્રોજેક્ટ ઑથોરિટીને શો કૉઝ નોટિસ આપી હતી, પણ એનો સંતોષજનક જવાબ મળ્યો ન હોવાની જાણકારી મળી હતી.

mumbai news mumbai bullet train ahmedabad mumbai transport air pollution brihanmumbai municipal corporation