Wome's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો

01 March, 2021 04:08 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

Wome's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો

આક્રિતતી ખત્રી

International Wome's Day: આ અઠવાડિયે ગુજરાતી મિડ-ડે સાથે મળો એવી અસાધારણ મહિલાઓને જેમણે પુરુષ પ્રધાન સમાજમાં કહેવાતા પુરુષોના ક્ષેત્રમાં પોતાનું નામ ઉજાળ્યું છે. એવા જ એક મહિલા જે પોતે ડિટેક્ટિવ છે અને તેમની પોતાની એક ડિટેક્ટિવ એજન્સી છે જેમાં મોટાભાગે મહિલાઓ કામ કરે છે. આક્રિતી ખત્રી આક્રિતી ખત્રી ભારતની સૌથી યંગેસ્ટ ફિમેલ ઇન્વેસ્ટિગેટર છે. બૉલીવુડમાં ડ્રગ્સ હાલ ચર્ચાનો વિષય છે ખાસ સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી બૉલીવુડ અને ડ્રગ્સ સંબંધે અનેક ખુલાસા તેમજ તપાસ થઈ રહી છે ત્યારે જાણીએ ભારતીય ડિટેક્ટિવ આ વિશે શું કહે છે. ગુજરાતી મિડ-ડે સાથે વાત કરતા આક્રિતી ખત્રીએ બૉલીવુડમાં ડ્રગ્સ સિવાય અનેક મહત્વના ખુલાસા કર્યા. જાણો અહીં

કઈ રીતે બન્યા ડિટેક્ટિવ
આક્રિતી ખત્રી પોતે એક પ્રાઇવેટ ડિટેક્ટિવ છે અને તેમણે અનેક હાય પ્રૉફાઇલ કેસ સૉલ્વ કર્યા છે. બૉલીવુડના પણ 'A', 'B' અને 'C' ગ્રેડના એમ દરેક લેવલના સેલેબ્સના કેસ પણ તેમણે સૉલ્વ કર્યા છે. પોતાના કેસ વિશે વાત કરતા પહેલા આક્રિતી આ કરિઅર તરફ કઈ રીતે વળ્યા તે વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "છાપાં વાંચવાની ટેવ હતી અને છાપાંમાં એકવાર આવી બે જાહેરાત જોઇને અને બન્ને જગ્યાએ અપ્લાય કરીને એક જગ્યાએ તરત ઇન્ટરવ્યૂ માટે જવાનું થયું, ત્યાં સિલેક્શન થયું અને બીજા દિવસથી જ આ કામ શરૂ કર્યું. આમ લગભગ 19 વર્ષની વયે પોતે આ ફિલ્ડમાં જોડાયા. ખાસ ડિટેક્ટિવની ફિલ્ડમાં કામ કરવાનું કંઇ ધાર્યું નહોતું પણ આ કામ કરતાં રસ પડ્યો અને પરિણામ તમારી સામે છે."

બૉલીવુડ અને ડ્રગ્સ
બૉલીવુડમાં ડ્રગ્સ વિશે વાત કરતા આક્રિતી ખત્રી જણાવે છે કે ડ્રગ્સ ખાલી બૉલીવુડમાં જ નહીં પણ દરેક જગ્યાએ લેવાય છે. અને લગભગ દરેક પોતાના ખિસ્સા પ્રમાણે ડ્રગ્સનું સેવન કરી જ રહ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે જેમની પાસે પૈસા ઓછાં છે તે ઓછાથી ચલાવે છે જેમની પાસે વધુ છે તે હાય-પ્રૉફાઇલ પાર્ટીમાં લે છે.

કેસ સૉલ્વ કરવામાં આવતી મુશ્કેલીઓ
અનેક વાર જે વ્યક્તિનો પીછો કરવાનો છે તે વ્યક્તિ એવી જગ્યાએ જાય જ્યાં જવું જોખમકારક હોય ત્યારે અમુક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેમ કે,
1. પ્રાઇવેટ પાર્ટી હોય તો જવાની પરવાનગી
2. પ્રતિબંધિત વિસ્તારમાં જતાં પકડાઇ જવાનો ડર
3. જેનો પીછો કરવાનો છે તે વ્યક્તિને ખબર ન પડી જાય તેનું ધ્યાન રાખવું.

કેવી રીતે એકઠાં કરે છે પુરાવાઓ
કેમેરા, હિડન કેમેરા, રેકૉર્ડિંગ્સ વગેરે જેવા ગેજેટ્સ તેમજ જુદી જુદી ટીમ દ્વારા કેસ સૉલ્વ કરવા માટે પુરાવા એકઠા કરતાં હોય છે.

કેવી રીતે મેળવે છે દરવખતે આવા મોંઘા ગેજેટ્સ
કેસ હંમેશાં નવા પ્રકારનો હોવાથી તેનું ઇન્વેસ્ટિગેશન કઇ રીતે કરવું તે માટે સૌથી પહેલા કેસ શું છે, તે વિશે કેટલી માહિતી છે, હજી કેટલી માહિતીની જરૂર પડશે, અને તે મેળવવા માટે કયા કયા સાધનની જરૂર પડશે તે વિશે સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે. ત્યાર બાદ એક સપૉર્ટ ટીમ બનાવવામાં આવી છે જે દરેક વખતે જે પ્રકારના ગેજેટ્સની જરૂર પડે તેવા ગેજેટ્સની ગોઠવણ કરી આપે અને આમ આ સપૉર્ટ ટીમ મદદરૂપ થાય છે.

womens day international womens day national news mumbai news