GRP ને RPF વચ્ચેની લડાઈમાં મહિલા પ્રવાસીઓની સિક્યૉરિટી અધ્ધરતાલ

12 September, 2013 05:59 AM IST  | 

GRP ને RPF વચ્ચેની લડાઈમાં મહિલા પ્રવાસીઓની સિક્યૉરિટી અધ્ધરતાલ

૧૮ ઑગસ્ટે અમેરિકન મહિલા પર લોકલ ટ્રેનમાં એક નશેડીએ બ્લેડથી હુમલો કરી તેનો ફોન ઝૂંટવી લીધા બાદ આ મહિલાને હૉસ્પિટલમાં કોણ લઈ જાય એ મામલે સ્ટેશન-માસ્ટરની ઑફિસમાં GRP અને RPF વચ્ચે જે દલીલબાજી થઈ હતી એ વખતે રેલવેનાં આ બન્ને પોલીસ સુરક્ષા દળ વચ્ચેની ખેંચતાણ સામે આવી હતી.

રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ સંજીવ દયાલે મંગળવારે કહ્યું હતું કે રેલવે ઑથોરિટીએ તાજેતરમાં કાયદામાં સુધારો કર્યો છે એ પ્રમાણે ટ્રેનોમાં પૅટ્રોલિંગ સહિત રેલવે પરિસરમાં પ્રવાસીઓની સુરક્ષાની સઘળી જવાબદારી RPશ્ના શિરે મૂકવામાં આવી છે. પરંતુ વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર શરદ ચંદ્રાયને કહ્યું હતું કે પોલિસિંગ એ પોલીસની જવાબદારી છે, RPશ્ની જવાબદારી GRPને મદદ કરવાની છે અને એ કામ થઈ જ રહ્યું છે.