મુંબઈનાં પશ્ચિમી ઉપનગરો સાંતાક્રુઝ, ઓશિવરામાં મહિલાઓ અસલામત

30 December, 2011 08:58 AM IST  | 

મુંબઈનાં પશ્ચિમી ઉપનગરો સાંતાક્રુઝ, ઓશિવરામાં મહિલાઓ અસલામત

 

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મહિલાઓ સામેની ગુનાખોરીમાં વધારો નોંધાયો છે એવા અખબારી અહેવાલો ડિસેમ્બરના મધ્યમાં જ વહેતા થયા હતા. મુંબઈપોલીસ દ્વારા જાહેર થયેલા આંકડાઓ પરથી આ અહેવાલો તૈયાર થયા હતા.

પોલીસના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો જાણવા મળે છે કે શહેરના કયા વિસ્તારો મહિલાઓ માટે સલામત છે. આ મુજબ ૩૦ નવેમ્બર સુધીમાં આ વર્ષે પોલીસે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૬ અંતર્ગત ૪૭ કેસ બળાત્કારના નોંધ્યા હતા અને કલમ ૩૫૪ અંતર્ગત ૧૪૫ કેસ સતામણીના નોંધ્યા હતા.

પિશ્ચમ વિભાગ અંતર્ગત ૨૧ પોલીસ-સ્ટેશન છે, જેમાં આંબોલી પોલીસ-સ્ટેશનની હદમાં એક જૂથની મહિલાસભ્યોની અસામાજિક તત્વોએ છેડતી કરી હતી અને એને રોકવાના પ્રયાસમાં થયેલા ઝઘડામાં આ જૂથના કીનન સૅન્ટૉસ અને રુબેન ફર્નાન્ડિસની હત્યા થઈ હતી.

૨૦૧૦ના આંકડા સામે આ વર્ષે બળાત્કારના કેસમાં ૧૭.૫૪ ટકા, સતામણીના કેસમાં ૧૦ ટકા તથા છેડતીના કેસમાં ૧૨ ટકા વધારો નોંધાયો છે એવું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું.