કાલબાદેવીમાં ગુજરાતી મહિલાને બેભાન કરીને ચલાવી લૂંટ

23 November, 2012 05:20 AM IST  | 

કાલબાદેવીમાં ગુજરાતી મહિલાને બેભાન કરીને ચલાવી લૂંટ



નિકી શાહ બુધવારે અઢી વાગ્યે મુંબઈથી ટૅક્સીમાં માટુંગા જઈ રહી હતી ત્યારે અંદાજે ૪૦ વર્ષના ટૅક્સી-ડ્રાઇવરે એક જગ્યાએ ટૅક્સી ઊભી રાખી તેના બે સાગરીતોને એમાં બેસાડ્યા હતા. તેમણે નિકીની મારઝૂડ કરી હતી અને ત્યાર બાદ ચાકુની ધમકી આપી નિકીના ચહેરા પર ઘેનની દવાવાળો રૂમાલ દાબી તેને અર્ધબેભાન કરીને લૂંટ ચલાવી હતી.

લૂંટારાઓએ નિકીની પાસેથી કુલ મળી ૧૩૨ ગ્રામનાં ૨,૭૪,૦૦૦ રૂપિયાનાં ઘરેણાંની બૅગ લૂંટી તેને રસ્તામાં જબરદસ્તી ઉતારીને નાસી છૂટ્યાં હતા. નિકીને ઝપાઝપીમાં હાથ પર ઈજા થઈ છે.

મોડી રાતે આ બાબતની ફરિયાદ એલ. ટી. રોડ પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી. એલ. ટી. રોડ પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ ટૅક્સી-ડ્રાઇવર અને લૂંટારુઓ સામે ગુનો નોંધી તેમની શોધ શરૂ કરી છે.

એલ. ટી. = લોકમાન્ય ટિળક