પુરુષના સ્પર્શમાત્રથી સ્ત્રી તેનો ઇરાદો સમજી જાય છેઃ હાઈ કોર્ટ

04 March, 2020 09:25 AM IST  |  Mumbai

પુરુષના સ્પર્શમાત્રથી સ્ત્રી તેનો ઇરાદો સમજી જાય છેઃ હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટ

એક મહિલા કદાચ ઓછી જાણકારી ધરાવતી હોઈ શકે, પરંતુ જ્યારે કોઇ પુરુષ તેને સ્પર્શ કરે અથવા તો બસ તેના તરફ નજર કરે, ત્યારે તેનો ઇરાદો તે સારીપેઠે સમજી જાય છે, તેમ હાઇકોર્ટે ભૂતપૂર્વ કલાકારની છેડતીના કેસમાં દોષિતની સજા મુલતવી રાખતાં જણાવ્યું હતું.

જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણ ડિસેમ્બર, ૨૦૧૭માં એક ડોમેસ્ટિક ફ્લાઇટમાં સવાર ભૂતપૂર્વ કલાકારની છેડતીના દોષિત ૪૧ બિઝનેસમેન વિકાસ સચદેવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહ્યા હતા.

કોર્ટે મંગળવારે સચદેવની અપીલને માન્ય રાખી હતી અને જ્યાં સુધી તેની અપીલ સાંભળવામાં આવે અને નિર્ણય લેવામાં ન આવે, ત્યાં સુધી તેની સજા મુલતવી રાખી હતી. અહીંની સેશન્સ કોર્ટે ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સચદેવને આઇપીસીની કલમ ૩૫૪ તથા પોક્સો એક્ટની જોગવાઇઓ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. આ કેસમાં તેને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

સેશન્સ કોર્ટે તે જ દિવસે સચદેવના જામીન મંજૂર કર્યા હતા અને તેને ફટકારવામાં આવેલી સજા ત્રણ મહિના માટે મુલતવી રાખી હતી.

bombay high court mumbai news mumbai