ફેસબુકના મિત્રો સાથે મળી પત્નીનો ગેંગ રેપ કરાવનારા પતિની ધરપકડ

27 January, 2020 12:30 PM IST  |  Mumbai

ફેસબુકના મિત્રો સાથે મળી પત્નીનો ગેંગ રેપ કરાવનારા પતિની ધરપકડ

25 વર્ષનાં યુવકની જોગેશ્વરી પોલીસે પોતાની જ પત્નીના બળાત્કાર કરાવવાના ગુના હેઠળ ધરપકડ કરી છે. રવિવારે આ અંગે વિગતો આપતા એક અધિકારીએ જણાવ્યું કે મુખ્ય આરોપે એક રિક્ષા ચાલક છે અને પાલઘર જિલ્લાનો છે. તેના બે સાગરીતો ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, "મુખ્ય આરોપી પોતાની 23 વર્ષની પત્નીને ફિલ્મ બતાડવાના બહાને જોગેશ્વરી લાવ્યો હતો. જોગેશ્વરી લાવને તે તેને એક શેન્ટીમાં લઇ ગયો જ્યાં પહેલેથી જ તેના ફેસબુક ફ્રેન્ડ્ઝ અભિષેક અને મંગેશ યાદવ હાજર હતા."
આ બંન્ને જણને મુખ્ય આરોપી ફેસબુક મારફતે જાણતો હતો. તેણે બંન્ને ફેસબુક મિત્રોને પોતાની પત્નીનો બળાત્કાર કરવા કહ્યું અને પોતે પણ તેની સાથે બળજબરી કરી. આ ઘટના બાદ યુવતીએ જાતે ચાલીને પાલઘર પોલીસસ્ટેશનનો સંપર્ક કર્યો જેણે બાદમાં કેસ જોગેશ્વરી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાવ્યો હતો. આ ઘટના આમ તો નવેમ્બર માસમાં ઘટી હતી પણ સ્ત્રીએ જાન્યુઆરીમાં પાલઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અરજી કરી હતી તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું.
ત્રણેય આરોપનીની શનિવાર સેક્શન 370ડી એટલે કે ગેંગ રેપ, સામુહિક બળાત્કારના ગુનાહ હેઠળ ધરપકડ કરી છે તેમ ઝોન એક્સનાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલિસ અંકીત ગોયલે જણાવ્યું.

mumbai crime news Crime News jogeshwari