દારૂ પીધેલી મહિલાએ લક્ઝરી કાર રિક્ષાને ઠોકી દીધી : ત્રણ જખમી, એક ગંભીર

02 November, 2012 05:13 AM IST  | 

દારૂ પીધેલી મહિલાએ લક્ઝરી કાર રિક્ષાને ઠોકી દીધી : ત્રણ જખમી, એક ગંભીર

રિક્ષામાં સવાર મોહમ્મદ અલી, તેની વાઇફ મોબીના અને દીકરો મોહમ્મદ રઝા તથા રિક્ષા-ડ્રાઇવર આ અકસ્માતમાં ઘાયલ થયા હતા. એમાંથી મોબીનાની હાલત ગંભીર છે. પોલીસે આરતી શેટ્ટીની ધરપકડ કરી હતી. રાજાવાડી પોલીસ-સ્ટેશનમાં તેની મેડિકલ-ટેસ્ટ લેવામાં આવતાં તે ડ્રાઇવિંગ કરતી વખતે આલ્કોહોલની અસર હેઠળ હોવાનું બહાર આવ્યું હતું. માનખુર્દ પોલીસે આરતી શેટ્ટીની ધરપકડ કરીને ગઈ કાલે ર્કોટમાં હાજર કરી હતી અને ર્કોટે‍ તેને ૧૦,૦૦૦ રૂપિયાના જામીન પર છોડી દીધી હતી.

નશામાં ગાડી ચલાવીને બે જણનો જીવ લેનારી એનઆરઆઇને પાંચ વર્ષની કેદ અને ૯ લાખ રૂપિયાનો દંડ

સેશન્સ ર્કોટે ગઈ કાલે એનઆરઆઇ નૂરિયા હવેલીવાલાને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ હત્યાના ઇરાદા વગર સદોષ મનુષ્યવધ અને ભારતીય દંડસંહિતાની અન્ય કલમો હેઠળ દોષી ઠેરવી પાંચ વર્ષની જેલની સજા અને ૯ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ર્કોટે‍ જ્યારે આ ચુકાદો આપ્યો ત્યારે નૂરિયા હવેલીવાલા ર્કોટમાં રડી પડી હતી.

૨૦૧૦ની ૩૦ જાન્યુઆરીએ વહેલી સવારે બ્રીચ કૅન્ડીથી પાર્ટી કરીને પાછી ફરી રહેલી ૨૭ વર્ષની હેરસ્ટાઇલિસ્ટ નૂરિયાએ તેના પિતાની હૉન્ડા સીઆરવી આલ્કોહોલની અસર હેઠળ બેફામ ચલાવી ચાર પોલીસ-કૉન્સ્ટેબલ અને અન્ય બે જણને અડફેટે લીધા હતા, જેમાં ૪૬ વર્ષના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દીનાનાથ શિંદે અને ૩૫ વર્ષના કુર્લાના હોટેલિયર અફઝલ ઇબ્રાહિમનાં મોત થયાં હતાં. 

એનઆરઆઇ  = નૉન-રેસિડન્ટ ઇન્ડિયન