સાંતાક્રુઝમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો

09 December, 2012 07:31 AM IST  | 

સાંતાક્રુઝમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો


સાંતાક્રુઝ પોલીસે જણાવ્યું હતું કે ‘જુહુતારા રોડ પર કોળી સમાજ મચ્છી ઉદ્યોગ સહકારી મર્યાદિત સંસ્થા પાસે આવેલા ગાર્ડન નજીક એક ખાલી જગ્યામાં પૉલિથીનના કોથળામાંથી હાથ બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના માથા પર તેમ જ ગળામાં ગંભીર જખમો જોવા મળ્યા હતા. મહિલાની ઓળખ નથી થઈ.’

પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો હતો. પોલીસના કહેવા મુજબ કોઈએ મહિલાની હત્યા કરી હોવી જોઈએ.