પતિ/પિતાની હત્યા કરવાનો પ્રયાસ કરનાર પત્ની અને દીકરીને ૩ વર્ષની સજા

25 December, 2014 03:02 AM IST  | 

પતિ/પિતાની હત્યા કરવાનો પ્રયાસ કરનાર પત્ની અને દીકરીને ૩ વર્ષની સજા




ઍડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અશોક ખામકરે કોર્ટને જણાવ્યું હતું કે ‘કિસન નાના વાઘ (૪૮) નામના કર્મચારીએ પોતાની પહેલી પત્નીના અવસાન બાદ સુમન સાથે બીજાં લગ્ન કર્યા હતાં. આ બન્ને સુમનના પહેલા પતિની પુત્રી ચીમી સાથે રહેતાં હતાં. ચીમીનાં લગ્ન ભિવંડીમાં થયાં હતાં, પરંતુ તેના પતિએ તેને છોડી દેતાં બધાં સાથે રહેતાં હતાં. ચીમી ઘણી વાર એક માણસને ઘરે મળવા બોલાવતી હતી, જે તેના સાવકા પિતા કિસનને પસંદ ન હતું. જોકે સુમન પણ ચીમીનો જ સાથ આપતી હતી. એક દિવસ કિસન જ્યારે ઘરે હતો ત્યારે આ બન્ને મા-બેટીએ તેના પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી હતી. ત્યાર બાદ તેને બળતો મૂકીને ભાગી ગયાં હતાં. બીજા દિવસે સવારે તેને લોકોએ હૉસ્પિટલમાં ખસેડ્યો અને સારવાર આપી હતી.’

કિસને આ બન્ને વિરુદ્ધ પોલીસને જણાવ્યું અને ગુનો સાબિત થતાં તેમને સજા કરવામાં આવી હતી.