મુલુંડમાં મહિલાની આત્મહત્યા

06 July, 2020 10:50 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

મુલુંડમાં મહિલાની આત્મહત્યા

પ્રતીકાત્મક તસવીર

મુલુંડમાં ૪૫ વર્ષની મહિલાની આત્મહત્યા વિશે તેમના પરિવારે દાવો કર્યો છે કે પીએમસી બૅન્ક કૌભાંડમાં તેમની તમામ બચત ગુમાવ્યા બાદ તેઓ ભારે હતાશામાં હતાં. મુલુંડની રહેવાસી રચના શેઠ ૧ જુલાઈની રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેના ઘરની છત પર લાગેલા પંખા સાથે લટકેલી મળી આવી હતી. તેનો પતિ કામ પર હતો અને તેની પુત્રી કરિયાણાની ખરીદી કરવા ઘરની બહાર ગઈ હતી એ સમયે તેમણે આત્મહત્યા કરી હતી. પીએમસી બૅન્ક કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદથી તેની હાલત ખરાબ હતી. ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ છેલ્લા એક મહિનામાં પરિસ્થિતિ વધુ કથળી હતી.
પતિ વિશાલ શેઠે જણાવ્યું હતું કે ‘રચના ઘણી વાર મધ્ય રાત્રિએ જાગતી હતી અને પરિવારને થયેલા આર્થિક નુકસાન વિશે વિચારીને રડતી હતી. વિશાલે જણાવ્યું હતું કે છેલ્લાં બે અઠવાડિયાંથી તે તેની સાથે એક ઓઢણી રાખતી હતી. અમને હંમેશાં ચિંતા રહેતી હતી કે તે આવું કંઈક કરશે. અમારા ખાતામાં ૧૫ લાખથી વધુ રૂપિયા છે. ૧૪ વર્ષ સુધી તેણે ક્રૂઝ શિપ પર કામ કર્યું હોવા છતાં તે યોગ્ય બચત કરી શક્યા નહીં. તેણે ઘણી વાર આ નુકસાન વિશે અપરાધ ભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ બૅન્ક પસંદ કરવી એ તેની ભૂલ હતી. અમે તેને છેલ્લા ઘણા મહિનાઓથી મનોચિકિત્સક પાસે લઈ જતા હતા.
આ દંપતીના માથે સૌથી મોટી ચિંતા તેમની ૨૦ વર્ષની પુત્રી કશિશનું ભવિષ્ય અને શિક્ષણ હતું. તે હાલમાં બી.કૉમ (સીએસ)નો કોર્સના અંતિમ વર્ષમાં છે. કશિશે કહ્યું, સમાચાર મળ્યા પછી જ મારી માતાને ગભરાટભર્યા હુમલાઓ થયા હતા. ઘણા અન્ય લોકો તેમનાં નાણાં પાછાં મેળવવાના પ્રયત્ન કરી રહ્યા હતા, અમે તેમને ખાતરી આપી હતી કે અમે જલદીથી આપણાં નાણાં પરત લઈ લેશું. દિવાળી પછીની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ૧ જુલાઈની બપોરે તે ફરીથી ગભરાઈ ગઈ હતી. તેણે બૅન્ક પર જવાની અને અધિકારીઓ સાથે જાતે જ વાત કરવાનો આગ્રહ કર્યો હતો. મેં તેને શાંત પાડી અને કહ્યું કે અમે બીજા દિવસે ત્યાં જઈશું. જોકે તેણે બીજા દિવસ પહેલાં આવું પગલું ભર્યું હતું. મુલુંડ પોલીસે પુષ્ટિ કરી હતી કે તેઓએ આ મામલે એડીઆર નોંધ્યું છે અને તપાસ હાથ ધરી છે.

mumbai mumbai news mulund Crime News