પાલઘરમાં ૨૦૦ની નકલી નોટ સર્ક્યુલેટ કરતી મહિલા પકડાઈ

10 January, 2021 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલઘરમાં ૨૦૦ની નકલી નોટ સર્ક્યુલેટ કરતી મહિલા પકડાઈ

પ્રતીકાત્મક તસવીર

પાલઘર પોલીસે માર્કેટમાં ૨૦૦ રૂપિયાની નકલી નોટો વાપરવા બદલ ૩૫ વર્ષની એક મહિલાની ધરપકડ કરી છે.

નાલાસોપારાની આરોપી નકલી નોટો છાપતી હતી અને બોઇસર, પાલઘર, ઉમરોલીની નાની-નાની દુકાનોની મુલાકાત લઈ માત્ર ૨૦ રૂપિયાની નાની ખરીદી કરીને નકલી નોટો ફરતી કરી રહી હતી. ૨૦૦ રૂપિયાની નોટ નકલી હોવાનું જાણવા મળતાં પીડિતાને શંકા ગઈ હતી અને તેણે આ વિસ્તારના અન્ય દુકાનદારોને ચેતવણી આપી હતી અને તેઓએ તે મહિલાનો પીછો કર્યો હતો અને પાલઘર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેને પકડીને

કોર્ટમાં હાજર કરતાં પાલઘર કોર્ટે ૧૩ જાન્યુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી દીધી છે. પોલીસે કાગળ, કલર પ્રિન્ટર, સ્કેનરો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે, જેના પર તે નકલી ચલણી નોટ છાપતી હતી. બનાવટી નોટો અસલી દેખાતી હોવાથી શોધી કાઢવું મુશ્કેલ હતું અને કેટલીક નકલી નોટોમાં સમાન સિરિયલ નંબર હોવાનું જણાવ્યું હતું.

mumbai mumbai news palghar nalasopara