મીરા રોડનાં વિધાનસભ્ય ગીતા જૈનના નામે ફેક ઑડિયો વાઇરલ કરનારની ધરપકડ

26 July, 2020 11:04 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

મીરા રોડનાં વિધાનસભ્ય ગીતા જૈનના નામે ફેક ઑડિયો વાઇરલ કરનારની ધરપકડ

ગીતા જૈન અને આરોપી રંજૂ ઝા

વિધાનસભ્ય ગીતા જૈનના નામે કોરોના મહામારીનો ઑડિયો રેકૉર્ડિંગ વાઇરલ કરનાર મહિલાની નવઘર પોલીસે ધરપકડ કરી છે. ઑડિયો વાઇરલ થવાથી ગીતા જૈનને અનેક લોકોના ફોન આવ્યા હતા જેને લીધે તેમને અનેક પરેશાની થઈ હતી, જેને પગલે તેમણે એની ફરિયાદ નવઘર પોલીસ સ્ટેશનમાં કરી હતી. નવઘર પોલીસે સાઇબર એક્સપર્ટની મદદથી આરોપીની ધરપકડ કરી હતી.
મીરા-ભાઈંદરનાં ધારાસભ્ય ગીતા ભરત જૈન જેમના નામે એક ઑડિયો ક્લીપ સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવામાં આવી હતી, જેમાં કોરોનાને લીધે સરકારને અનેક પૈસા મળવાની સાથે કોરોના થવાની શંકા જતાં એનો ઘરે ઇલાજ કરવો, ડૉક્ટર પાસે ન જવું એવો એક ઑડિયો તેમના નામે વાઇરલ કરવામાં આવ્યો હતો, જેના પગલે તેમને અનેક લોકોના ફોન સાથે અનેક પરેશાનીનો તેમને સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાની તેમણે ભાઈંદરના નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મીરા-ભાઈંદરનાં ધારાસભ્ય ગીતા જૈને જણાવ્યું હતું કે ‘આ સંબંધે પોલીસે રંજૂ ઝા નામક મહિલાની ધરપકડ કરી છે. જોકે તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જમાનત પર છોડવામાં આવી હતી. મારી પોલીસ પાસે અટલી જ માગણી છે કે જે લોકોએ મારો ફોટો નાખી અને આખું ષડ્યંત્ર રચ્યું છે તેમની ધરપકડ કરવામાં આવે.’
નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇસ્પેક્ટર સંપતરાવ પાટીલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘રંજૂ ઝાની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તેણે જણાવ્યું હતું કે મેં ઑડિયોમાં ગીતા જૈનનું નામ લીધું નથી. તો હાલમાં તપાસ એ કરવામાં આવી રહી છે કે આ ઑડિયોમાં ફોટોને નામ કોણે આપ્યું. આ કેસ માટે અમે સાઇબર પોલીસની પણ મદદ લઈ રહ્યા છીએ. જલદી જ આની પાછળના આરોપીની ધરપકડ કરીશું.’

mumbai mumbai news mira road Crime News mumbai crime news