મહિલાએ મૂક્યો પોલીસ કર્મચારીઓ પર દુષ્કર્મનો આરોપ

29 September, 2020 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મહિલાએ મૂક્યો પોલીસ કર્મચારીઓ પર દુષ્કર્મનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર (Ghatkopar Police Station) પોલીસ સ્ટેશનમાં તૈનાત 2 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવનારી એક મહિલાની ફરિયાદ ખોટી સાબિત થયા પછી પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસના કહ્યાંનુસાર, આ વર્ષે જાન્યુઆરીમાં મહિલાએ ઘાટકોપર થાણામાં તૈનાત બે પોલીસ કર્મચારીઓ તેમજ તેમના એક ખબરી વિરુદ્ધ બળાત્કાર તેમજ મારપીટ કરવાનો આરોપ મૂકતા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં બધા વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

મહિલાએ આરોપ મૂક્યો હતો કે જાન્યુઆરીમાં બન્ને પોલીસવાળા તેમજ તેમના એક ઑટો ચાલક ખબરીએ તેના ઘરમાં ઘુસીને બળાત્કાર કર્યો તેમજ મારપીટ કરી. તેમણે ઉક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોતાની દીકરી સાથે છેડતી કરવાનો પણ આરોપ મૂક્યો. મામલાની ગંભીરતા જોતા ઝૉન 7ના ડીસીપીએ એસઆઇટીનું ગઠન કર્યું. પોલીસને તપાસમાં ખબર પડી કે કથિત પીડિત મહિલા દ્વારા આપેલા નિવેદન પ્રમાણએ, ઘટનામાં સામેલ આરોપીઓમાંના એક આરોપી પોલીસકર્મચારી તે સમયે પોતાના અધિકારિક કામથી યૂપીના કાનપુરમાં હતો, જ્યારે બીજો પોલીસ કર્મચારી ઘાટકોપર પોલીસ થાણામાં અને તે ઑટો ચાલક પોલીસનો ખબરી સાકીનાકા સ્થિત પોતાના ઘરે સૂઇ રહ્યો હતો. આથી સાબિત થાય છે કે ઘટના સમયે ત્રણેયમાંથી કોઇપણ આરોપી તે પીડિત મહિલાના ઘરમાં હાજર નહોતો. આ માટે ઘાટકોપર પોલીસે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ષડયંત્ર રચવાના આરોપમાં શુક્રવારે ધરપકડ કરી સ્થાનિક કોર્ટમાં રજૂ કરી, જ્યાંથી તેને 4 દિવસ માટે પોલીસ રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા. કેસની તપાસ ઘાટકોપર પોલીસ કરી રહી છે.

mumbai mumbai news ghatkopar mumbai police