દિવાળીમાં થશે ઠંડીનો અનુભવ

24 October, 2011 08:41 PM IST  | 

દિવાળીમાં થશે ઠંડીનો અનુભવ

 

ડેઝી વર્મા

મુંબઈ, તા. ૨૪

એક અધિકારીએ કહ્યું હતું કે ‘હજી સુધી અમે ચોમાસાને બિલકુલ પૂરું થયેલું નથી ગણતા. એક-બે દિવસમાં કદાચ એની જાહેરાત કરીશું. મહાસાગર તરફથી આવતી સૂકી હવાને લીધે ગઈ કાલે બપોરે બે વાગ્યે ૧૯ ટકા ભેજ નોંધાયો હતો.’

અત્યારે થોડીઘણી ગરમી પડી રહી છે, પરંતુ દિવાળીમાં આ વખતે બરોબરની ઠંડક રહેશે. શહેરજનો પણ શિયાળાના અણસારથી ઉત્તેજના અનુભવી રહ્યા છે.

હવામાનખાતાના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ વાતાવરણ એકદમ ઠંડું રહેશે. વરસાદની ઝરમરની કોઈ ધારણા નથી. દિવાળીના દિવસોમાં લઘુતમ ૨૧-૨૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. જોકે નિયમિત શિયાળો તો ડિસેમ્બરમાં શરૂ થશે અને ફેબ્રુઆરીમાં પૂરો થશે. હવામાનમાં ફેરફારો ઑક્ટોબરથી જ શરૂ થઈ જાય છે.