હું ઇમેજ કરતાં જનતાને વધુ મહત્વ આપું છું : અજિત પવાર

02 October, 2012 04:51 AM IST  | 

હું ઇમેજ કરતાં જનતાને વધુ મહત્વ આપું છું : અજિત પવાર

ગઈ કાલે તેમણે સાતારામાં આયોજિત કરાયેલા એનસીપીના યુવતીમેળામાં સુપ્રિયા સુળે સાથે હાજરી આપી હતી. તેમણે યુવતીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘ઘણા લોકો રાજકારણમાં કામ કરતી વખતે તેમની ઇમેજ સંભાળતા હોય છે, જ્યારે કેટલાક લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા કામ કરતા હોય છે. હું પણ ઇમેજ સંભાળવા કરતાં લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાના કામને પ્રાયોરિટી આપું છું. રાજકીય જીવનમાં કામ કરતી વખતે લોકપ્રતિનિધિઓ અને જનતા આપણી પાસે કામ માટે આવે છે. તેમની સમસ્યાઓનો ઉકેલ આવે અને તેમને સંતોષ થાય એવું કામ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. ત્રણ મહિનામાં ૩૦થી ૩૨ પ્રોજેક્ટને કેવી રીતે મંજૂરી આપી એવા સવાલો કરવામાં આવે છે. મારી પાસે આવતી ફાઇલોનો હું તરત જ નિકાલ કરતો હતો. વિવિધ પ્રકારના આરોપો કરીને મારી ઇમેજ ખરડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મેં ઇમેજ સાચવવા કરતાં લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા કામ કર્યું છે અને આગળ પણ કરતો રહીશ.’