કોરાનાના ડરને લીધે શું ડેન્ગી, મલેરિયા ફાવી જશે?

22 June, 2020 07:51 AM IST  |  Mumbai Desk | Arita Sarkar

કોરાનાના ડરને લીધે શું ડેન્ગી, મલેરિયા ફાવી જશે?

કોરોના વાઇરસનો રોગચાળો હજી નિયંત્રણમાં આવ્યો નથી ત્યાં ડેન્ગી અને મલેરિયા જેવી મચ્છરના ડંખથી થતી ચોમાસુ બીમારીઓની શક્યતા ઊભી થઈ છે એથી ડેન્ગી અને મલેરિયા ટાળવા માટે મચ્છરના ઉછેરનાં ઠેકાણાંઓની તપાસ માટે મહાનગરપાલિકાના ઇન્સેક્ટિસાઇડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ સક્રિય થયા છે, પરંતુ ઘણી હાઉસિંગ સોસાયટીઓના લોકો તેમની ઇન્સ્પેક્શન-વિઝિટમાં તેમને સહકાર આપતા નથી, કારણ કે અનેક હાઇરાઇઝ બિલ્ડિંગના રહેવાસીઓને તેમની વિઝિટથી કોરોના-ઇન્ફેક્શન ફેલાવાની આશંકા છે. જોકે તેમનો ડર સાવ અસ્થાને પણ નથી. અત્યાર સુધીમાં બીએમસીના ઇન્સેક્ટિસાઇડ વિભાગના ૩૫ કર્મચારી કોરોના-પૉઝિટિવ થયા છે.
રોગચાળાના માહોલમાં ઇન્સેક્ટિસાઇટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને કોરોના-પૉઝિટિવ કેસ ધરાવતા વિસ્તારો અને ખાસ કરીને કન્ટેઇનમેન્ટ ઝોનમાં જંતુનાશક દવા છાંટીને એ ક્ષેત્રોને ડિસઇન્ફેક્ટ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ મે મહિનાના અંતિમ સપ્તાહથી એ બધાને ડેન્ગી અને મલેરિયા જેવી મચ્છરોને કારણે થતી બીમારીઓને ડામવા માટેની રેગ્યુલર ડ્યુટી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એ ડ્યુટીના ભાગરૂપે મચ્છરોના ઉછેરનાં ઠેકાણાંઓ તપાસવા સોસાયટીના કમ્પાઉન્ડ, પાણીની ટાંકી અને ફ્લૅટ તપાસવાની કામગીરી સોંપવામાં આવે છે.
મહાનગરપાલિકાના ‘એચ’-વેસ્ટ વોર્ૉના અધિકારીઓએ બાંદરા-વેસ્ટના પાલી હિલ અને બૅન્ડ સ્ટૅન્ડ જેવા વિસ્તારોની હાઉસિંગ સોસાયટીઓ અને ‘ડી’ વૉર્ડમાં અલ્ટામાઉન્ટ રોડની હાઉસિંગ સોસાયટીઓમાં પાલિકાના ઇન્સેક્ટિસાઇડ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પ્રવેશ નકારવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. એ કર્મચારીઓ કોરોના સામે રક્ષણની તમામ પ્રતિકારાત્મક સજ્જતા સાથે સોસાયટીમાં જતા હોવા છતાં તેમને પ્રવેશ નકારવામાં આવે છે. પાલિકાના ઇન્સેક્ટિસાઇડ ડિપાર્ટમેન્ટના સ્ટાફર્સ યુનિફૉર્મ પહેરીને આઇડેન્ટિટી કાર્ડ સાથે જતા હોવા છતાં તેમને પ્રવેશવા દેવાતા નહીં હોવાનું ‘એચ’-વેસ્ટ અને ‘ડી’ વૉર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું.

સામાન્ય સમયમાં પણ ડેન્ગી અને મલેરિયા સામે લેવાતાં પગલાંમાં લોકોનો સહભાગ ઓછો હોય છે, પણ અત્યારે તો કોવિડ-19ના ચેપના ડરથી કેટલીક સોસાયટીઓ અને ખાસ કરીને હાઇરાઇઝ બિલ્ડિંગોમાં અમારા સ્ટાફને એન્ટ્રી નથી અપાતી.
- રાજન નારીંગ્રેકર, ઇન્સેક્ટિસાઇડ ઑફિસર

35 : બીએમસીના ઇન્સેક્ટિસાઇડ વિભાગના આટલા કર્મચારીને કોરોના થયો છે

mumbai mumbai news arita sarkar