સુપ્રિયા સુળેને ટ્રાફિક-પોલીસે શા માટે દંડ ન કર્યો?

18 February, 2017 07:05 AM IST  | 

સુપ્રિયા સુળેને ટ્રાફિક-પોલીસે શા માટે દંડ ન કર્યો?

BMCની ચૂંટણી માટે મલાડમાં જાહેર સભાને સંબોધવા આવેલાં સુપ્રિયા સુળેએ થાણેમાં પણ એક અન્ય રૅલીને સંબોધવાની હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ પરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને કારને બદલે બાઇકની પાછલી સીટ પર બેસીને થાણે પહોંચવાનું તેમણે નક્કી કર્યું હતું, પણ નિયમ અનુસાર તેમણે અને તેઓ જેમની બાઇક પર બેઠાં હતાં તે બન્નેએ હેલ્મેટ પહેરી નહોતી. એ ઘટનાની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ત્યારે ઘણા લોકોએ એવો સવાલ કર્યો હતો કે નિયમના ઉલ્લંઘન બદલ સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલ કરતી ટ્રાફિક-પોલીસે સુપ્રિયા સુળે સામે કોઈ પગલાં શા માટે ન લીધાં?