કોણ છે બ્લૂ માસ્ક અને ભૂરા હાથમોજાં પહેરેલા દેખાતા ક્યૂટ દાદા,થયા વાયરલ

25 January, 2021 03:22 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

કોણ છે બ્લૂ માસ્ક અને ભૂરા હાથમોજાં પહેરેલા દેખાતા ક્યૂટ દાદા,થયા વાયરલ

Illustration/Uday Mohite (તસવીર સૌજન્ય મિડ-ડે)

જો બાઇડનના શપથગ્રહણ દરમિયાન બર્ની સેન્ડર્સ વિન્ટર જેકેટ અને મિટન (હાથમોજાં) પહેરીને પહોંચ્યા હતા. જોત-જોતામાં તેમની તસવીર વાયરલ થઈ ગઇ અને લોકોએ તેમના મીમ બનાવવાનું શરૂ કરી દીધું.

કોણ છે બર્ની સેન્ડર્સ
બર્ની સેન્ડર્સનો જન્મ 8 સપ્ટેમ્બર, 1941ના રોજ થયો. તેઓ વર્મોન્ટ તરફથી વર્ષ 2007થી યુનાઇટેડ સ્ટેટ્સના જૂનિયર સીનેટર તરીકે કામગીરી બજાવી રહ્યા છે. તેમણે દેશના મોટા કૉન્ગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાં યુ.એસ રિપ્રેઝેન્ટેટિવ તરીકે 1991થી 2007 સુધી કામ કર્યું. તેમણે કૉંગ્રેસમાં જોડાતા પહેલા બર્લિંગટનના મેયર તીરેક કામ કર્યું.

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનના શપથગ્રહણ સમારોહમાં પહોંચેલી હસ્તીઓએ એકથી એક ચડિયાતા આઉટફિટ પહેર્યા હતા. કોઇકે ફૉર્મલ બ્લેક કોટની પસંદગી કરી હતી, તો કોઇક ડિઝાઇનર ડ્રેસમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા. જો કે, સમારોહ પછી સૌથી ચર્ચિત કોઇ હોય તો તે છે અમેરિકન સીનેટર અને પૂર્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બર્ની સેન્ડર્સ. ખાસ વાત એ છે કે બર્નીની તસવીરો વાયરલ થઈ રહી હતી કારણકે તેમણે ફેશનની જગ્યાએ કમ્ફર્ટને મહત્વ આપ્યો.

કેમ પહેર્યા આ કપડાં?
બર્ની સમારોહમાં પોતાના ફેમસ વિન્ટર જેકેટ અને મિટન (હાથમોજાં) પહેરીને પહોંચ્યા હતા. તે પોતાની ખુરશી પર એકદમ સંકુચિત થઈને બેઠા હતા. ત્યાર પછી કેટલાક લોકોએ આ તસવીરને ક્યૂટ કહી, તો કેટલાકને આ તસવીર ફની લાગી. આ વિશે જ્યારે લેટ નાઇટ શૉ વિથ સેથ મેયર્સમાં સેન્ડર્સને પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો કે- "હું ત્યાં બેસીને ફક્ત ગરમ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ધ્યાન આપવાનો પ્રયત્ન કરતો હતો કે શું ચાલી રહ્યું છે." સેન્ડર્સે જણાવ્યું કે તેમણે પણ પોતાની ઉપર બનેલા મીમ્સ જોયા છે.

ડ્રેસમાં શું છે ખાસ
તેમના મિટન આ કારણસર પણ ખાસ છે કે તેને વર્માન્ટમાં એક સ્કૂલ ટીચર જેન ઇલિસે બનાવ્યા હતા. સેન્ડર્સે જણાવ્યું, "સારી વાત એ છે કે મિટન એસેક્સમાં રહેનારી મહિલાએ બનાવ્યા હતા જે એક સ્કૂલ ટીચર છે અને ખૂબ જ સારી વ્યક્તિ છે." તેમના મિટન પર જે રિએક્શન આવી રહ્યા છે, તેનાથી તે ખૂબ ઉત્સાહિત છે. તેમના મિટનની ડિમાન્ડ પણ વધી ગઈ છે.

કેમ બર્ની સેન્ડર્સના મિટન (હાથમોજાં) છે ખાસ
જેનએ જણાવ્યું કે તેણે આ મિટન જૂના સ્વેટરોમાંથી નીકળેલા ઉનથી બનાવ્યા અને પ્લાસ્ટિકની બોટલ્સને રિસાઇકલ કરવાથી બનતી ફ્લીસ અંદર લગાડી છે જેથી તે ખૂબ જ ગરમ રહે છે. આ પહેલા સેન્ડર્સે CBSને જણાવ્યું હતું કે વર્માન્ટમાં શિયાળાની અસર જોવા મળે છે ત્યારે લોકો ફેશન વિશે વધુ ચિંતા નથી કરતા, પણ ગરમાટો બાબતે ધ્યાન આપે છે.

હિતેશ ભાનુશાલી અને સંજય ભાનુશાલી જે ભાનુ ડિઝાઇન્સના ડિઝાઇનર અને ઓનર છે તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે ફેશન અને કમ્ફર્ટમાંથી એક પસંદગી કરવાનો વારો આવે ત્યારે તમે શેની પસંદગી કરશો અને એ અંગે તમે શું કહેવા માગો છો ત્યારે ડિઝાઇનર તરીકે હિતેશ ભાનુશાલી એ ગુજરાતી મિડ-ડેને જણાવ્યું કે, "જ્યારે કમ્ફર્ટની વાત આવે છે ત્યારે તે સૌથી પહેલા જરૂરી છે પણ સાથે જ ફેશન પણ જરૂરી છે અને એટલે જ તાજેતરમાં જ મેં કેટલીક એવી ડિઝાઇન્સ બનાવી છે કે કમ્ફર્ટેબલ તો છે જ સાથે ફેશનેબલ પણ છે."

mumbai mumbai news