હાઈ કોર્ટના વિસ્તાર માટે BKCમાં જગ્યા ફાળવવાનો વિચાર કરો: સરકારને નિર્દેશ

12 October, 2014 05:14 AM IST  | 

હાઈ કોર્ટના વિસ્તાર માટે BKCમાં જગ્યા ફાળવવાનો વિચાર કરો: સરકારને નિર્દેશ




ફોર્ટમાં આવેલા હાઈ કોર્ટના બિલ્ડિંગ અને પરિસરમાં કામકાજ વધવા સાથે જ કોર્ટના સ્ટાફ તેમ જ લોકોને અગવડ પડે છે અને કેસોના ગંજ ખડકાતા જતા હોવાથી ભવિષ્યમાં પણ કોઈ રાહત મળે એમ નથી. તેથી હાઈ કોર્ટના વિસ્તરણની માગણી કરતી જનહિતની અરજીની સુનાવણી કોર્ટમાં થઈ હતી. હાઈ કોર્ટનું બિલ્ડિંગ હેરિટેજ સ્ટ્રક્ચર હોવાથી એનું વિસ્તરીકરણ થઈ શકે એમ નથી. એથી BKCમાં જગ્યા ફાળવવાની વિચારણા કરવાનું હાઈ કોર્ટે સરકારને જણાવ્યું છે. આ વિશે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અને ચીફ મિનિસ્ટર વચ્ચે અગાઉ વાતચીત પણ થઈ હોવાનું કોર્ટે કહ્યું હતું.