મુંબઈમાં કયાં હશે ચાર કોવિડ કૅર રેલવે-સ્ટેશન?

08 May, 2020 11:15 AM IST  |  Mumbai Desk | Rajendra B Aklekar

મુંબઈમાં કયાં હશે ચાર કોવિડ કૅર રેલવે-સ્ટેશન?

મુંબઈ લોકલ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નિર્દેશ અનુસાર શહેરમાં વધી રહેલા કોવિડ-19ના કેસ સામે સાવચેતીના પગલા તરીકે મુંબઈને ગઈ કાલે મુંબઈ સેન્ટ્રલ, દાદર (વેસ્ટ), બાંદરા ટર્મિનસ અને પનવેલ મળીને ૪ કોવિડ કૅર રેલવે-સ્ટેશન મળ્યાં હતાં. કોરોના વાઇરસના કેસ વધશે તો રેલવે આઇસોલેશન કોચને આ ૪ સ્ટેશનો પર કોવિડ-19 કૅર સેન્ટર તરીકે પાર્ક કરવામાં આવશે. 

શહેરના દરદીઓ માટે હૉસ્પિટલમાં બેડની અછત હશે એવા સંજોગોમાં આ કોચ ક્વૉરન્ટીન અને આઇસોલેશન સેન્ટર તરીકે કામ કરશે. શહેરમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેલવે-કોચનો ઉપયોગ કરવામાં આવશે એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે રાતે એક વિગતવાર સૂચિ તૈયાર કરી હતી.
વધુ વિગત આપતાં આ અધિકારીએ કહ્યું હતું કે ક્રૉસ-ઇન્ફેક્શનથી બચવા માટે શંકાસ્પદ લોકો અને સંક્રમિત દરદીઓ માટે અલગ કોચ રાખવાનું ઠરાવાયું છે.

કોચ તૈયાર કરાયા બાદ એને ક્વૉરન્ટીન સુવિધાઓના જીવાણુ નાશક ક્રિયા માટેના પ્રોટોકૉલ મુજબ સાફ અને જંતુમુક્ત કરવામાં આવ્યા બાદ રાજ્ય અધિકારીઓને સોંપવામાં આવશે. દરેક અધિકારી દરેક ટ્રેન માટે ઓછામાં ઓછી એક કોવિડ સમર્પિત હૉસ્પિટલનો નકશો બનાવશે જેથી દરદીને કટોકટીની સ્થિતિમાં સંબંધિત હૉસ્પિટલમાં ખસેડી શકાય.
જ્યારે ટ્રેન ફરીથી રેલવેને સોંપવામાં આવશે ત્યારે તમામ બાયોમેડિકલ કચરાના ડબ્બા સાફ કરીને ખાલી કરી આપવામાં આવશે.

mumbai mumbai news rajendra aklekar indian railways mumbai railways