રેસ્ટૉરાંમાં ક્યારે માસ્ક કાઢી શકાશે?

04 October, 2020 09:54 AM IST  |  Mumbai | Agencies

રેસ્ટૉરાંમાં ક્યારે માસ્ક કાઢી શકાશે?

પ્રતીકાત્મક તસવીર

સોમવારથી ૫૦ ટકા સીટિંગ કૅપેસિટી સાથે હોટેલ્સ અને રેસ્ટોરાં ખોલવા બાબતે રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. માર્ગદર્શક સૂચનાઓ અનુસાર હોટેલ્સ, રેસ્ટોરાં, બાર અને ફૂડ-કોર્ટ્સમાં પ્રવેશ કરનાર વ્યક્તિને શરદી, કફ કે તાવ છે કે નહીં એની જાણકારી માટે દરવાજામાં થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ઍસિમ્પ્ટૉમૅટિક ગ્રાહકોને હોટેલમાં પ્રવેશ અપાશે.
માર્ગદર્શક સૂચનાઓ અનુસાર ગ્રાહકો જમતા ન હોય એ વખતે તેમણે માસ્ક પહેરવાના રહેશે. ગ્રાહકો સર્વિસ માટે પ્રતિક્ષા કરતા હોય ત્યારે તેમણે ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવાની તકેદારી રાખવાની રહેશે. કૉન્ટૅક્ટ ટ્રૅસિંગની કાર્યવાહી માટે આરોગ્ય ખાતા અને વહીવટી તંત્રોને માહિતી આપવાની સંમતિ પણ હોટલ-રેસ્ટોરાંના સંચાલકોએ મેળવવાની રહેશે. હૅન્ડ સૅનિટાઇઝર ઉપલબ્ધ રાખવા અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.
રેસ્ટ રૂમ્સ-ટૉઇલેટ્સ, વૉશ બેઝિન્સ-હૅન્ડ વૉશ એરિયાઝની સ્વચ્છતાની તકેદારી રાખવાની રહેશે. અવારનવાર ગ્રાહકો સાથે વાતચીતો થતી હોય એવાં કાઉન્ટર્સ પર પ્લેક્સી ગ્લાસ સ્ક્રીન્સ રાખવાના રહેશે. પ્રવેશ માટે અને બહાર નીકળવા માટે જુદા-જુદા દરવાજા - એન્ટ્રી ઍન્ડ એક્ઝિટ પૉઇન્ટ્સ રાખવાના રહેશે. પરિસરમાંના સીસીટીવી કૅમેરા સક્રિય હોવા જોઈએ.

mumbai mumbai news