પુત્રી જન્મશે તો શેવિંગ-કટિંગ અને ચા-નાસ્તો ફ્રી

10 January, 2017 06:06 AM IST  | 

પુત્રી જન્મશે તો શેવિંગ-કટિંગ અને ચા-નાસ્તો ફ્રી

મમ્મી-પપ્પાને ચા-નાસ્તો ફ્રીમાં આપવામાં આવશે. બે યુવકોએ કરેલી આ ઑફર આ ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પહેલાં સ્ત્રીભ્રૂણહત્યાથી બદનામ થયેલા બીડમાં ‘બેટી બચાઓ’ની આ અનોખી જ ઝુંબેશ છે.

છોકરીઓનો જન્મદર ઓછો હોવાથી આ બે યુવકો ગામની આ પરિસ્થિતિમાં બદલાવ લાવવા માગે છે. પુત્રી જન્મશે તો તેના પપ્પાને છ મહિના સુધી ફ્રી શેવિંગ-કટિંગ કરી આપવાની અશોક પવાર નામના યુવક દ્વારા અને તેના પેરન્ટ્સને ચા-નાસ્તો મફ્ત આપવાની જાહેરાત ભાગવત થોરાટ નામના યુવકે કરી છે. આ ઝુંબેશને ગામવાસીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે.