Whatsapp દ્વારા મહિલાનો વિનયભંગ કર્યો હોવાનો પહેલવહેલો ગુનો નોંધાયો

27 April, 2013 09:45 AM IST  | 

Whatsapp દ્વારા મહિલાનો વિનયભંગ કર્યો હોવાનો પહેલવહેલો ગુનો નોંધાયો


ઈ-મેઇલ, એસ.એમ.એસ. પછી કમ્યુનિકેશન માટે ફાસ્ટેસ્ટ અને લોકોમાં ખાસ્સું લોકપ્રિય ગણાતું ‘વૉટ્સઍપ’ વિવાદમાં ફસાયું છે. મુંબઈના એક યુવકે તેની ઓળખીતી મહિલાને ‘વૉટ્સઍપ’ પર બ્લુ ફિલ્મ મોકલી હોવાનું બહાર આવ્યું છે. ચેમ્બુરના ડાયમન્ડ ગાર્ડનમાં રહેતા પ્રવીણ રાજન નામના યુવકની બ્લુ ફિલ્મ મોકલવા બદલ વી. પી. રોડ પોલીસે ધરપકડ કરી છે. ‘વોટ્સઍપ’ પર આ મુજબનો આ પહેલો ગુનો હોવાનો પોલીસે દાવો કર્યો છે તો આ બનાવ બાદ સાઇબર સેલ પણ અલર્ટ થઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રવીણ રાજનની ગલફ્રેન્ડે તેની ઓળખ પોતાની એક મહિલામિત્ર સાથે કરાવી આપી હતી. ત્યારથી પ્રવીણ તેની પાછળ પડી ગયો હતો અને જાતજાતના મેસેજ મોકલતો રહેતો હતો, પણ પેલી તેને ભાવ આપતી નહોતી. એટલે પ્રવીણે તેને પોતે અન્ડરવલ્ર્ડ ડૉન છે, તને જાનથી મારી નાખીશ એવી ધમકીભર્યા મેસેજ પણ મોકલ્યા હતા અને ત્યાર બાદ ૧૭ માર્ચે‍ પ્રવીણે તેને ‘વૉટ્સઍપ’ પર અડધો કલાકની એક બ્લુ ફિલ્મ મોકલી હતી એને પગલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ કરી પ્રવીણને પકડી પાડ્યો હતો. ર્કોટમાં હાજર કરવામાં આવતાં તેને પોલીસ-કસ્ટડી ફટકારવામાં આવી હતી.

એસ.એમ.એસ. = શૉર્ટ મેસેજ સર્વિસ, વી. પી. રોડ = વિઠ્ઠલભાઈ પટેલ રોડ, ઈ = ઈલેક્ટ્રેનિક