ઓલા ને ઉબરમાં ગેરકાયદે શું છે? હાઈ ર્કોટનો સવાલ

17 March, 2017 07:31 AM IST  | 

ઓલા ને ઉબરમાં ગેરકાયદે શું છે? હાઈ ર્કોટનો સવાલ


ઓલા અને ઉબર કંપનીઓની ટૅક્સી-સર્વિસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી કરતી મેરુ, મેગા અને ટૅબ જેવી ટૅક્સી-સર્વિસના અસોસિએશન ઑફ રેડિયો ટૅક્સીઝની અરજીની સુનાવણી વેળા બે જજની ડિવિઝન બેન્ચે પ્રશ્ન કર્યો હતો.  

અસોસિએશને અરજીમાં જણાવ્યું હતું કે ‘એ ઍપ બેઝ્ડ અને વેબ બેઝ્ડ ટૅક્સીઓ રાજ્યની અન્ય ટૅક્સીઓની માફક ઇલેક્ટ્રૉનિક મીટર્સ પર નહીં, પણ ટૂરિસ્ટ પરમિટ્સ પર દોડતી હોવાથી એ ટૅક્સીઓના ભાડાદર પર કોઈ નિયંત્રણ નથી. રાજ્ય સરકારે મોટર વેહિકલ્સ ઍક્ટ હેઠળ ઇશ્યુ કરેલી આïવશ્યક કૉન્ટ્રૅક્ટ પરમિટ્સ ધરાવતા ટૅક્સીમાલિકો જ ટૅક્સી ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવી શકે.’

કોર્ટે ગઈ કાલે એ અરજીની આખરી સુનાવણી ૨૩ માર્ચ પર મુલતવી રાખતાં જણાવ્યું હતું કે મોટર વેહિકલ્સ ઍક્ટ હેઠળ આવી ટૅક્સીઓ પર કોઈ પ્રતિબંધો છે કે નહીં અને ટૂરિસ્ટ વેહિકલ્સમાં આવી સર્વિસ ચલાવવામાં ગેરકાયદે શું છે એ અમે જાણવા ઇચ્છીએ છીએ.