વેસ્ટર્ન રેલવેની દિવાળી ગિફ્ટ

19 October, 2014 02:55 AM IST  | 

વેસ્ટર્ન રેલવેની દિવાળી ગિફ્ટ




દિવાળી પહેલાં વેસ્ટર્ન રેલવેએ ચર્ચગેટ અને વિરાર વચ્ચે ૨૦૦ ઑટોમૅટિક ટિકિટ વેન્ડિંગ મશીન (ATVM) ઇન્સ્ટૉલ કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટર્ન રેલવેના વિભાગીય રેલવે મૅનેજર શૈલેન્દ્ર કુમારે ATVM બેસાડવાની વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે સબબ્ર્સનાં સ્ટેશનો પર ૨૦૦ ATVM અમે દિવાળી પહેલાં ઇન્સ્ટૉલ કરી શકીશું.

વેસ્ટર્ન રેલવેના સત્તાવાળાઓએ જણાવ્યા મુજબ નવા ઇન્સ્ટૉલેશન પ્લાન પહેલાં મુંબઈમાં વિવિધ રેલવે-સ્ટેશનોએ ૮૦ ATVM બેસાડાવાનાં હતાં. જોકે આ મહિનાની શરૂઆતથી ATVMની સંખ્યામાં ધીમે-ધીમે વધારો કરવામાં આવ્યો હતો અને ચર્ચગેટ-બોરીવલી વચ્ચે નહીં નહીં તોય ૧૧૮ ATVM ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે.

ATVMને કારણે લાંબી-લાંબી લાઇનોમાંથી લોકોને છુટકારો મળશે. થોડા મહિના પહેલાં ટિકિટ-કાઉન્ટર પર ધસારાના સમયે લાગતી લાંબી લાઇનોના ઉકેલ માટે સત્તાવાળાઓએ લાલ લાઇન દોરીને સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરી હતી અને એને કારણે ટિકિટ-કાઉન્ટર પર અને લાઇનમાં ઊભા રહીને ટિકિટ ખરીદતા પ્રવાસીઓ વચ્ચેનો સમય પાંચ મિનિટ જેટલો થયો હતો.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સૌથી મોટી મુશ્કેલીભર્યું કામ રેલવેની ટિકિટિંગ સિસ્ટમ સાથે શ્ભ્લ્ ઇન્ટિગ્રેટ કરવાનું છે જેના પર કામ કરવાનું સંબંધિત ડિપાર્ટમેન્ટને કહેવાયું હતું. પરિણામે ૧૭ ઑક્ટોબરે વેસ્ટર્ન રેલવેના સત્તાવાળાઓએ ૧૦ ATVMને સફળતાપૂર્વક ટિકિટિંગ સિસ્ટમ સાથે જોડ્યાં હતાં.