૧૯ ફેબ્રુઆરીથી વેસ્ટર્ન રેલવેમાં ૧૨ નવી AC, ૩ નૉન-AC લોકલ ટ્રેન

14 February, 2026 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી ટ્રેનો ઉમેરાતાં AC ટ્રેનની કુલ સર્વિસની સંખ્યા ૧૨૧થી વધીને ૧૩૩ થશે

પ્રતીકાત્મક તસવીર

૧૯ ફેબ્રુઆરીથી વેસ્ટર્ન રેલવેમાં ૧૨ નવી ઍર-કન્ડિશન્ડ (AC) અને ત્રણ નૉન-AC ટ્રેન ઉમેરાશે, જેમાંથી ૧૧ AC સર્વિસ અત્યારે ચાલતી નૉન-ACને બદલે દોડશે. AC લોકલ ટ્રેનોની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે એમ વેસ્ટર્ન રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. નવી ટ્રેનો ઉમેરાતાં AC ટ્રેનની કુલ સર્વિસની સંખ્યા ૧૨૧થી વધીને ૧૩૩ થશે, જ્યારે કુલ સર્વિસની સંખ્યા ૧૪૧૦થી વધીને ૧૪૧૪ થશે. શનિવારે અને રવિવારે AC ટ્રેનની સર્વિસની સંખ્યા ૭૭થી વધીને ૧૦૬ થશે. બીજા ફેરફારમાં મુજબ ભાઈંદર અને બાંદરા વચ્ચે હાલમાં ચાલતી સ્લો ટ્રેન વિરાર સુધી લંબાવવામાં આવશે.

western railway AC Local mumbai local train indian railways mumbai mumbai news