શિવસેના માટે ચર્ચાના દરવાજા ખુલ્લા છે : મુખ્ય પ્રધાન

19 November, 2014 03:38 AM IST  | 

શિવસેના માટે ચર્ચાના દરવાજા ખુલ્લા છે : મુખ્ય પ્રધાન



એવામાં રાજ્યમાં BJPની સરકાર સ્થિર છે અને વચગાળાની ચૂંટણી નહીં થાય એવી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી. સાથે જ શિવસેના માટે ચર્ચાના દરવાજા ખુલ્લા હોવાનું કહીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને સહભાગ આપવાનું ફરી પાછું આમંત્રણ આપ્યું છે.

વિશ્વાસનો મત જીત્યા, પણ NCPનો સપોર્ટ લીધો એટલે BJPએ ટીકાઓનો સામનો કરવો પડ્યો, પણ હજી BJP અને શિવસેના સાથે આવવાની આશા છે. આ બાબતે રાજ્ય પ્રધાનમંડળની બેઠક પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આજે પણ શિવસેના માટે ચર્ચાના દરવાજા ખુલ્લા છે. અમારી શિવસેના સાથે ચર્ચા ચાલુ છે અને એમાંથી યોગ્ય માર્ગ નીકળશે એવી અમને આશા છે. વચગાળાની ચૂંટણી બાબતે મુખ્ય પ્રધાનનું કહેવું હતું કે ‘જનતાએ મોટા પ્રમાણમાં મતદાન કરીને અમને ચૂંટ્યા છે અને આજે કોઈને પણ વચગાળાની ચૂંટણી નથી જોઈતી. અમારી સરકાર બધી અપેક્ષાઓ પૂરી કરશે અને પાંચ વર્ષ કામ કરશે.’