મુંબઈ : શહેરનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો

18 January, 2020 09:44 AM IST  |  Mumbai

મુંબઈ : શહેરનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો

કોલ્ડ વેવ

શહેરમાં લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી પર પહોંચવાને કારણે દક્ષિણ મુંબઈ અને સબર્બના લોકોને કડકડતી ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે. શુક્રવારનો દિવસ શહેરમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ હતો, એવું હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું.

ભારતીય હવામાનશાસ્ત્રી વિભાગના કોલાબા વેધશાળામાં શુક્રવારે ૧૪.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝ વેધશાળામાં લઘુતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું, એવું અધિકારીએ જણાવ્યું હતું. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ૨૦૧૩ પછી સબર્બમાં ૧૧.૪ ડિગ્રી સૌથી ઓછામાં ઓછું તાપમાન હતું. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાને કારણે વહેલી સવારે ઑફિસ જતા લોકો અને સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓએ સ્વેટર પહેરવા પડ્યાં હતાં.

mumbai mumbai news mumbai weather