મહારાષ્ટ્રનું તાપમાન નીચે ઊતર્યું : મુંબઈવાસીઓએ અનુભવ્યું કાશ્મીર

17 January, 2020 10:40 AM IST  |  Mumbai

મહારાષ્ટ્રનું તાપમાન નીચે ઊતર્યું : મુંબઈવાસીઓએ અનુભવ્યું કાશ્મીર

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં બુધવારે સૌથી ઓછું લઘુતમ તાપમાન નાંદેડ અને ગોંદિયા ખાતે ૧૧.૫ ડિગ્રી નોંધાયું હતું. મુંબઈવાસીઓએ પણ કાશ્મીરમાં પડતી ઠંડી જેવો અનુભવ માણ્યો હતો. મુંબઈમાં ખાસ કરીને સૌથી વધુ ઠંડો પવન બોરીવલી અને પવઈ વિસ્તારમાં ફૂંકાયો હતો. બોરીવલીમાં લઘુતમ તાપમાનની ૧૩ અને પવઈમાં ૧૪ ડિગ્રીની નોંધ થઈ હતી. ઠંડી વધવાને કારણે મુંબઈ શહેરનું તાપમાન સૂકું થઈ ગયું હતું.

આ પણ વાંચો : તેજસ એક્સપ્રેસના કર્મચારીઓને ગુજરાતી પહેરવેશ આપ્યો જ કેમ: મનસે

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ગોવા સહિત આખા રાજ્યમાં હવામાન સૂકું રહ્યું હતું. મધ્ય મહારાષ્ટ્રના અમુક ભાગમાં લઘુતમ તાપમાનમાં સરેરાશની સરખામણીમાં લાક્ષણિક વધારો થયો છે. મરાઠવાડાના અમુક ભાગમાં જ્યારે મધ્ય મહારાષ્ટ્રના અન્ય ભાગમાં લઘુતમ તાપમાનમાં વધારો થયો છે. ૧૩થી ૧૯ જાન્યુઆરી સુધી વાતાવરણ આવું જ રહેશે, એવી આગાહી હવામાન ખાતાએ કરી હતી.

mumbai mumbai weather mumbai news borivali powai