આવતી કાલથી મુંબઇમાં આવી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

10 June, 2019 03:00 PM IST  | 

આવતી કાલથી મુંબઇમાં આવી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

મુંબઇની વરસાદ

હવામાન વિભાગે આગાહી કરી છે કે અરેબિયન મહાસાગરની આસપાસ જૂન 11અને 12 દરમિયાન સાઇક્લોન સર્જાવાને કારણે મુંબઇમાં ભારે વરસાદ પડી શકે છે.

રવિવારે પડેલા છાંટા બાદ મુંબઇમાં ભેજવાળા વાતાવરણની આશંકા છે એવામાં મુંબઇમાં 11 જૂનથી ચોમાસું શરૂ થઇ શકે છે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. અરેબિયન મહાસાગરમાં નીચું દબાણ સર્જાવાને કારણે મહારાષ્ટ્ર અને કેરળમાં વરસાદના છાંટા પડતાં જોવા મળ્યા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવું વાતાવરણ હજી 2થી 3 દિવસ રહેશે.

માછીમારોને દરિયાઇ વિસ્તારમાં જવાની મનાઇ

રવિવારે ઉચ્ચતમ તાપમાંન 34.8 ડિગ્રી કોલાબામાં અને 35.4 ડિગ્રી સેલ્સિયસ સાંતાક્રુઝમાં પ્રમાણમાં ઉચ્ચતમ ભેજ સાથે 91 ટકા અને 71 ટકા જેટલું નોંધાયું હતું. હવામાન વિભાગે કોંકણ, મુંબઇમાં આગામી સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરી છે. "કેરળ, કર્ણાટક અને દક્ષિણ મહારાષ્ટ્ર દરિયાકિનારાના લક્ષદ્વીપ વિસ્તારમાં 60 થી 60 કિલોમીટરની ઝડપે ભારે વરસાદ થવાની શક્યતા છે. માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયાઇ વિસ્તારોમાં ન જાય તેવી સલાહ આપવામાં આવે છે. "

સાઇક્લોનને કારણે વરસાદની શક્યતા

હવામાન વિભાગે આગાહી કરી છે કે અરેબિયન મહાસાગરની આસપાસ જૂન 11અને 12 દરમિયાન સાઇક્લોન સર્જાવાને કારણે મુંબઇમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયાકિનારે જવાની મનાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભાવનગરમાં લૂ લાગવાથી 1નું મોત, અમદાવાદમાં રેડ એલર્ટ

આ સાઇક્લોન લગભગ 300 કિમીમાં સર્જાવાની આશંકા છે. તે છતાં આ સાઇક્લોનને કારણે રાજ્યમાં કોઇ ખાસ ફેરફાર થવાનો નથી, આ સાઇક્લોનથી શહેરો મોટાભાગે પ્રભાવિત થવાની શક્યતા છે.

mumbai mumbai weather