વસઈમાં રોજ હજારો લિટર પાણીનો વેડફાટ

01 November, 2012 06:58 AM IST  | 

વસઈમાં રોજ હજારો લિટર પાણીનો વેડફાટ



પ્રીતિ ખુમાણ

વસઈ-ઈસ્ટમાં એવરશાઇન સિટી પરિસરમાં આવેલી પાણીની પાઇપલાઇન લગભગ ત્રણ મહિનાથી લીકેજ થઈ રહી છે અને એના કારણે દરરોજ હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે, પણ એને રિપેર કરવાની પ્રશાસન જરા પણ તસ્દી લઈ રહ્યું હોય એવું લાગતું નથી. અંતે આસપાસના પરિસરના લોકો એનો ઉપયોગ ગાડી ધોવા કરવા લાગ્યા છે.

વસઈ-ઈસ્ટમાં એવરશાઇન સિટી પરિસરમાં આવેલા સાતીવલી રોડના કૉર્નરની બાજુએ આવેલી મેઇન પાઇપલાઇન, જેના દ્વારા વસઈમાં પાણીપુરવઠો કરવામાં આવે છે, એમાંથી છેલ્લા ત્રણ મહિનાથી ભારે લીકેજ થઈ રહ્યું છે. દરરોજ લગભગ હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. પ્રશાસન દ્વારા જોવા મળતી આવી લાપરવાહીને કારણે લોકો કંટાળીને વેડફાઈ રહેલા પાણીનો ઉપયોગ પોતાનું વેહિકલ ધોવા કરવા લાગ્યા છે.

એવરશાઇન સિટીમાં રહેતા હસમુખ ઠક્કરે મિડ-ડે LOCALકહ્યું હતું કે ‘અમારા આખા વિસ્તારમાં ભારે પાણીની અછત છે. અમને પાણીપુરવઠો પૂરતો ન મળતાં અમે પહેલેથી ત્રાહિમામ થઈ ગયા છીએ, પણ અહીંની એક પાઇપલાઇન લગભગ ત્રણ મહિનાથી લીકેજ થઈ રહી હોવા છતાં એના પર પ્રશાસનનું ધ્યાન જઈ જ નથી રહ્યું. રોજેરોજ એટલું પાણી વેડફાઈ જતું હોવાથી આસપાસના પરિસરના લોકો તેમની ગાડી, બાઇક ધોવામાં ઉપયોગ કરે છે.’