વૉટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રોજેક્ટ દસ વર્ષ બાદ રિયલિટી બનવાના સંકેત

22 November, 2011 08:00 AM IST  | 

વૉટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રોજેક્ટ દસ વર્ષ બાદ રિયલિટી બનવાના સંકેત

 

 

 

હવે સરકાર પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવશે અને ત્યાર બાદ એ પ્રાઇવેટ ઑપરેટરોને આપવામાં આવશે. ચીફ સેક્રેટરી રત્નાકર ગાયકવાડે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે એમએસઆરડીસીને વેસ્ટર્ન અને ઈસ્ટર્ન વૉટર ફ્રન્ટ પરથી ટ્રાવેલ કરતા પૅસેન્જરોનો અભ્યાસ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ઑપરેશન અને મેઇન્ટેનન્સ બાબતે પણ સ્ટડી કરી બે મહિનામાં જવાબ આપવા જણાવ્યું છે. હાલમાં અમે કહી શકીએ કે વૉટર ટ્રાન્સપોર્ટ પ્લાન ટ્રૅક પર છે. જો બધું પ્લાન મુજબ જાય તો જલ્દી ટેન્ડર મગાવવામાં આવશે અને કામ શરૂ કરવામાં આવશે.


આ સંબંધે રત્નાકર ગાયકવાડે વધુમાં જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન ફ્રન્ટ માટે સિડકો (સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન), એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) અને રાજ્ય સરકાર મળીને ૭૫૦ કરોડ રૂપિયા ખર્ચશે; જ્યારે એમએસઆરડીસી ઈસ્ટર્ન ફ્રન્ટ માટે ૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.’


આ પ્રોજેક્ટની સંકલ્પનાને દસ વર્ષ થઈ ગયા છે અને મૂળ ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ હાલ વધીને ત્રણ ગણાથી વધુ થઈ ગયો છે.

પ્રકલ્પમાં શું હશે?

વૉટર ટ્રાન્સર્પોટ પ્રોજેક્ટના પ્લાન મુજબ વેસ્ટર્નમાં છ જેટી હશે; જેમાં બોરીવલી, માર્વે, વસોર્વા, જુહુ, બાંદરા અને નરીમાન પૉઇન્ટ જેવા વિસ્તારોનો સમાવેશ છે. ઈસ્ટર્ન ફ્રન્ટમાં માંડવા, અલીબાગ, રેવાસ, નેરુળ (નવી મુંબઈ) અને ગેટવે ઑફ ઇન્ડિયાનો સમાવેશ છે. માંડવા સિવાય રોલ ઑન રોલ સર્વિસની મદદથી બોટમાં વેહિકલ લઈ જવામાં આવશે. આવી સિસ્ટમ નેરુળમાં પણ રાખવામાં આવશે, જેથી નવી મુંબઈના લોકો પોતાનું ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર કામ કરવાના સ્થળે લઈ જઈ શકશે. બે મહિનાની સ્ટડીમાં પ્રાઇવેટ કંપનીને જેટી વાપરવા માટે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટર્મ અને કન્ડિશન, કન્સ્ટ્રક્શન કરવાનો ખર્ચો, પૅસેન્જર ફેરનો સમાવેશ થશે.’