થાણેના પ્રજાજનોએ હવે પાણીના ટીપેટીપાનો હિસાબ આપવો પડશે

18 October, 2011 09:19 PM IST  | 

થાણેના પ્રજાજનોએ હવે પાણીના ટીપેટીપાનો હિસાબ આપવો પડશે


હાલમાં થાણેમાં બધાને ઘરદીઠ એકસરખું પાણીનું બિલ આપવામાં આવે છે, પણ હવે દરેક ઘરમાં મીટર બેસાડવાને કારણે ઘરદીઠ જેટલું પાણી વપરાયું હશે એટલું જ બિલ ચૂકવવું પડશે. થાણે મહાનગરપાલિકાને આ પ્રોજેકટ માટે જેએનએનયુઆરએમ (જવાહરલાલ નેહરુ નૅશનલ અર્બન રિન્યુઅલ મિશન) અંતર્ગત કેન્દ્ર સરકાર પાસેથી ભંડોળ મળ્યું છે. એ અંતર્ગત થાણેમાં નવ પ્રભાગ સમિતિમાં દરેક ઘરમાં ૨૫ મિલીમીટર વ્યાસના નળની સાથે મીટર બેસાડવામાં આવશે. આ માટે થાણે સુધરાઈ કુલ ૪ કરોડ ૫૮ લાખ ૭૨ હજાર ૧૬૦ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આ મીટર લાગ્યા બાદ રીડિંગ કર્યા બાદ પાણીનું બિલ થાણેકરોને મોકલવામાં આવશે.