કમિશનરના બંગલા સામે થતું પાણીનું લીકેજ દૂર થયું

13 December, 2012 06:47 AM IST  | 

કમિશનરના બંગલા સામે થતું પાણીનું લીકેજ દૂર થયું



મીરા-ભાઈંદરની ૧૦ લાખની જનતા માટે શહેરમાં શહાડ ટેમઘર પાણીપુરવઠા યોજના પાસેથી ૮૬ એમએલડી અને એમઆઇડીસી પાસેથી ૩૦ એમએલડી એમ ૧૧૬ એમએલડી પાણીપુરવઠો મળે છે. આ પાણીપુરવઠો ૪૫ કિલોમીટર દૂરથી આવતો હોવાથી ૧૦ ટકા પાણીનું લીકેજ થતું હોવાનું મહાનગરપાલિકા પ્રશાસન પાસેથી દ્વારા જાણવા મYયું છે. એથી મીરા-ભાઈંદરને ફક્ત ૧૦૬ એમએલડી પાણી મળે છે. શાસકીય નિયમ અનુસાર વ્યક્તિદીઠ ૧૫૦ લિટર પાણીની જરૂર પડે છે એ અનુસાર શહેરને વધુ ૫૦ એમએલડી પાણીપુરવઠાની આવશ્યક્તા છે. જોકે આ બાબતની ગંભીરતા પ્રશાસનને ન હોવાથી છેલ્લા કેટલાય વખતથી અહીં પાણીનું લીકેજ થઈ રહ્યું હતું. અંતે મિડ-ડે LOCALના અહેવાલ દ્વારા લોકોને આ લીકેજને કારણે કેવી હાલાકીનો સામનો કરવો પડે છે એની ગંભીરતા દર્શાવવામાં આવતાં અંતે એને રિપેર કરવામાં આવ્યું છે.

આ પરિસરમાં રહેતા રહેવાસીઓએ પાણીના લીકેજ વિશે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં ઘણા વખતથી પાણીનું લીકેજ થઈ રહ્યું હતું, જેને કારણે પાણીની અછત થવાથી ભારે હેરાનગતિ વેઠવી પડતી હતી, પણ તમારા અહેવાલોએ પ્રશાસનની ઊંઘ ઉડાડી અને તાજેતરમાં જ રિપેરિંગ કરીને પાણીનું લીકેજ દૂર કરવામાં આવ્યું છે એટલે પરિસરની પાણીની સમસ્યા થોડી દૂર થઈ છે.’

એમએલડી = મિલ્યન લિટર પર ડે

એમઆઇડીસી = મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉપોર્રેશન