ચેમ્બુર, કુર્લા અને વડાલામાં પાણીકાપ

17 November, 2011 09:41 AM IST  | 

ચેમ્બુર, કુર્લા અને વડાલામાં પાણીકાપ

 

હકીકતમાં મહાનગરપાલિકાએ ૮૦૦ મિલીમીટર વ્યાસ ધરાવતી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, સુમનનગર અને કુર્લા (ઈસ્ટ)ની પાઇપલાઇનના ડાઇવર્ઝનનું કામ હાથ ધર્યું હોવાથી એને લગતું કામ આવતી કાલે સવારે નવ વાગ્યાથી શનિવારે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે, જેને કારણે આ પાણીકાપ લાદવાની ફરજ પડી છે.

પાણીકાપના સમય દરમ્યાન નેહરુનગર, મ્હાડાના વિસ્તાર, શિવસૃષ્ટિ વિસ્તાર, કસાઈવાડા, ચૂનાભટ્ટી, એવરાર્ડનગર, રાહુલનગર નંબર ૧૬૨ અને ‘એલ’ વૉર્ડમાં આવેલા મહાત્મા ફુલેનગરમાં પાણી નથી આવવાનું. આ સિવાય એમ-વેસ્ટ વૉર્ડમાં ભક્તિપાર્ક અને એફ-નૉર્થ વૉર્ડમાં પ્રતીક્ષાનગર તથા સાવિત્રીબાઈ ફુલેનગરમાં પણ પાણીના સપ્લાય પર અસર પડી શકે છે. મહાનગરપાલિકાએ આ પાણીકાપ દરમ્યાન સમસ્યા ન ઊભી થાય એ માટે નાગરિકોને પાણીનો સંગ્રહ કરી લેવાની વિનંતી કરી છે.