થોડા જ સમયમાં વૉટર ચાર્જિસમાં થશે વધારો

31 October, 2011 08:28 PM IST  | 

થોડા જ સમયમાં વૉટર ચાર્જિસમાં થશે વધારો



યોગાનુયોગ ‘ફૉચ્યુર્ન’ મૅગેઝિનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં એવી માહિતી આપવામાં આવી છે કે વિશ્વનાં ૧૬ સૌથી મહત્વનાં શહેરોમાંના જે શહેરમાં પાણીનો ચાર્જ સૌથી ઓછો લેવામાં આવે છે એમાં મુંબઈનો ક્રમ બીજો (૧૦૦ ગૅલન એટલે કે ૩૭૮ લિટર પર ૧.૯૫ રૂપિયા) છે. સૌથી ઓછો ચાર્જ અર્જેન્ટિનાના બ્યુનોસ અર્સમાં (૧૦૦ ગૅલન માટે ફક્ત ૦.૪૯ પૈસા) લેવામાં આવે છે. પાણી સૌથી મોંઘું કોપનહેગનમાં (૧૦૦ ગૅલન માટે ૧૪૭.૩૯ રૂપિયા) મળે છે.

અનેક નગરસેવકોને લાગે છે કે પાણીના ચાર્જિસ ઘણા લાંબા સમયથી વધારવામાં નથી આવ્યા. સુધરાઈના વૉટર ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું હતું કે ૧૦૦૦ લિટર પાણી સપ્લાય કરવા પાછળ સુધરાઈ ૧૧.૧૫ રૂપિયા ખર્ચે છે અને એ રહેવાસીઓ પાસે ફક્ત ૩.૫ રૂપિયા ઉઘરાવે છે. જોકે આ અધિકારીએ કહ્યું હતું કે સુધરાઈની ચૂંટણીઓ પહેલાં પાણીના ચાર્જિસમાં વધારો કરવામાં નહીં આવે.