Watch Video: શિવસેનાના ધારાસભ્યએ કેટરિંગ મેનેજરને હરામખોર કહી ધડાધડ માર્યો લાફો

16 August, 2022 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એકનાથ શિંદેના કેમ્પના ધારાસભ્યનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કેટરિંગ સર્વિસ મેનેજર સાથે ગેરવર્તન કરતો જોવા મળે છે. આટલું જ નહીં ધારાસભ્યએ મેનેજરને થપ્પડ પણ મારી હતી

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

એકનાથ શિંદેના કેમ્પના ધારાસભ્યનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કેટરિંગ સર્વિસ મેનેજર સાથે ગેરવર્તન કરતો જોવા મળે છે. આટલું જ નહીં ધારાસભ્યએ મેનેજરને થપ્પડ પણ મારી હતી. વાયરલ વીડિયોમાં શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગર કેટરિંગ મેનેજરને થપ્પડ મારતા જોવા મળે છે. સંતોષ બાંગર મધ્યાહન ભોજન કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં મજૂરોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા જોવા માટે અહીં પહોંચ્યા હતા. એવામાં તે ખોરાકની નબળી ગુણવત્તાને લઈને ગુસ્સે થઈ ગયા હતાં. જે બાદ તેણે મેનેજર સાથે દુર્વ્યવહાર કર્યો અને માર મારવા લાગ્યા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ મામલે બાંગરે સ્પષ્ટતા પણ રજૂ કરી છે. બાંગરે દાવો કર્યો છે કે તેમને ભોજનની ગુણવત્તા ઓછી હોવાની ફરિયાદો મળી હતી. જે બાદ તેમણે જાતે જ સ્થળની મુલાકાત લીધી હતી.    

શિંદેના બળવાના શરૂઆતના દિવસોમાં બાંગર તેમની વિરુદ્ધ હતા. એટલું જ નહીં, તેમણે શિંદેની છાવણીના ધારાસભ્યોને પાછા આવવાની અપીલ પણ કરી હતી. વીડિયોમાં તેઓ રડતા અને કહેતા જોવા મળ્યા હતા કે મહારાષ્ટ્રમાં વાતાવરણ બગડી ગયું છે અને શિંદે કેમ્પના તમામ ધારાસભ્યોએ પાર્ટીમાં પાછા ફરવું જોઈએ. ચીફ ઉદ્ધવ ઠાકરે તેમને માફ કરશે. જો કે, જુલાઈમાં, મહારાષ્ટ્ર વિધાનસભાના ફ્લોર ટેસ્ટની થોડી મિનિટો પહેલાં, તેઓ શિંદે કેમ્પમાં જોડાયા હતા. આ પછી શિવસેના નેતૃત્વએ બાંગરને હિંગોલી જિલ્લા અધ્યક્ષ પદેથી હટાવી દીધા. સંતોષ બાંગરે હિંગોલીના કલામનુરીથી 2019 રાજ્યની વિધાનસભા ચૂંટણી જીતી છે.

mumbai news mumbai shiv sena