ફ્રાન્સના પ્રેસિડેન્ટનું મુંબઈના રસ્તા ઉપર અપમાન?, જુઓ વીડિયો

30 October, 2020 06:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફ્રાન્સના પ્રેસિડેન્ટનું મુંબઈના રસ્તા ઉપર અપમાન?, જુઓ વીડિયો

તસવીર સૌજન્યઃ એએફપી

ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મૈક્રોનું દક્ષિણ મુંબઈના બીઝી રસ્તામાં અપમાન થયા હોવાનું સામે આવ્યું છે. રસ્તામાં તેમના પોસ્ટર ચોટાડવામાં આવેલા જેને પોલીસે ઉખેડ્યા હતા.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રોં પર ઘણા મુસ્લિમ દેશો તરફથી આક્રમક શાબ્દિક હુમલા થઈ રહ્યાં છે. તેને લઈને પણ ભારત ફ્રાન્સના રાષ્ટ્રપતિનું સમર્થન કરી ચુક્યુ છે. વિદેશ મંત્રાલયે મૈક્રોં ઉપર થઈ રહેલા હુમલાની નિંદા કરતા કહ્યુ કે, આતંક વિરુદ્ધ લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે. ગઈ કાલે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, હું આજે નઈસ શહેરમાં ચર્ચની અંદર થયેલા  હુમલા સહિત ફ્રાંસમાં (France) તાજેતરમાં થયેલા આતંકી હુમલાની આકરી નિંદા કરૂ છું. પીડિત પરિવારો અને ફ્રાંસના લોકો સાથે અમારી સંવેદના. આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારત ફ્રાંસની સાથે છે.

જોકે આજે મુંબઈના ભિન્ડી બઝાર વિસ્તારમાં ફ્રાન્સના પ્રેસિડેન્ટના પોસ્ટર રસ્તામાં પડેલા હતા, તેમ જ જેજે ફ્લાયઓવર નીચે મોહમ્મદ અલી રોડમાં તેમના પોસ્ટર રસ્તામાં ચોટાડ્યા હતા.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ ટ્વીટ કરીને વીડિયો શૅર કરીને લોકોના ધ્યાનમાં આ ઘટના લાવ્યા હતા. મુંબઈ પોલીસના પ્રવક્તા એસ ચૈતન્યે કહ્યું કે, માહિતી મળતા જ પાયધૂની પોલીસે તરત જ પોસ્ટરને રસ્તામાંથી ઉખાડી દીધા હતા. અત્યાર સુધી કોઈના વિરોધ કેસ દાખલ કરવામાં આવ્યો નથી.

mumbai france viral videos mumbai police