મિનિસ્ટરના એક ફોને ડૂબતા લોકોને બચાવ્યા

12 July, 2016 03:52 AM IST  | 

મિનિસ્ટરના એક ફોને ડૂબતા લોકોને બચાવ્યા

કારમાં મુંદડાદંપતી ઉપરાંત તેમનો ડ્રાઇવર પણ હતો. મધરાત પછી તેમની કાર જળપ્રવાહમાં એક ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી. વરસાદ અને પૂરને કારણે મુશ્કેલી વધતી જણાતાં ડૉ. સુરેન્દ્ર મુંદડાએ તેમના એક સગાને ફોન કર્યો હતો. એ સગાએ રવિવાર મધરાત બાદ દોઢ વાગ્યે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન રણજિત પાટીલને ફોન કર્યો હતો. રણજિત પાટીલે સરકારી બચાવ-ટુકડીઓને સ્થળ પર મોકલવાની સૂચના આપી હતી. બે બચાવ-ટુકડીઓએ ગામલોકો અને સામાજિક સંસ્થાના કાર્યકરોની મદદથી ચાર કલાકે સ્થળ પર પહોંચીને કારમાં પ્રવાસ કરતા ત્રણ જણને બચાવ્યા હતા.