રાજ્યનું સૌથી મોટું ઇન્ડોર સ્ટેડિયમ ખુલ્લું મુકાયું

04 August, 2013 02:17 AM IST  | 

રાજ્યનું સૌથી મોટું ઇન્ડોર સ્ટેડિયમ ખુલ્લું મુકાયું


આ પ્રસંગે કેન્દ્રના હેવી ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પ્રફુલ પટેલ, મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. નૅશનલ સ્ર્પોટ્સ ક્લબ ઑફ ઇન્ડિયાએ બનાવેલા આ મલ્ટિપર્પઝ ઇન્ડોર સ્ટેડિયમમાં અત્યારે ૩૧૫૦ પ્રેક્ષકોને સમાવી શકાશે જેમાં આગળ જતાં હજી વધુ ૨૫૦૦ પ્રેક્ષકો બેસી શકશે. આ નવા સ્ટેડિયમમાં ઇન્ડિયન બૅડ્મિન્ટન લીગની ૧૪ અને ૩૧ તારીખે રમાનારી મૅચોનું આયોજન કરવામાં આવ્યું છે. એ પછી ત્યાં વર્લ્ડ કરાટે ચૅમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે જેમાં ૪૫ દેશોના ખેલાડીઓ ભાગ લેશે. તસવીર : સમીર માર્કન્ડે