હટાવેલા ફેરિયાઓ પાછા બેસે તો વૉર્ડ ઑફિસર જવાબદાર એવા કોર્ટના આદેશનો અમલ બધે કેવી રીતે શક્ય બને?

21 November, 2022 12:11 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

કોર્ટે કહ્યું છે કે દુકાનો સામે ગેરકાયદે બેસતા ફેરિયાઓને હટાવવાની જવાબદારી બીએમસીની છે અને બીએમસી તેઓ ફરી ન બેસે એની કાળજી રાખે

અરજી કરી એ વખતે ગોયલ પ્લાઝામાં આવેલી જિયો ગૅલરીની સામે ફેરિયાઓ

બોરીવલી-ઈસ્ટના મેઇન કસ્તુરબા રોડ પર આવેલા ગોયલ શૉપિંગ પ્લાઝામાં દુકાન ધરાવતા પંકજ અને ગોપાલકૃષ્ણ અગ્રવાલે તેમની દુકાન સામે બેસતા ફેરિયાઓ અને સ્ટૉલવાળાઓને હટાવવા સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું છે કે દુકાનો સામે ગેરકાયદે બેસતા ફેરિયાઓને હટાવવાની જવાબદારી બીએમસીની છે અને બીએમસી તેઓ ફરી ન બેસે એની કાળજી રાખે. જો હટાવ્યા બાદ ફરી ફેરિયાઓ બેસે તો એ માટે હાઈ કોર્ટ બીએમસીના વૉર્ડ ઑફિસરને જવાબદાર ગણશે. જોકે આખા મુંબઈમાં આ આદેશનું પાલન કઈ રીતે થઈ શકે?  

કોર્ટે આ સંદર્ભે કહ્યું હતું કે ‘એ બાબતમાં કોઈ જ શંકા નથી કે આ જગ્યા હૉકિંગ ઝોન ન હોવાથી ત્યાં બેસતા ફેરિયાઓ ગેરકાયદે જ બેસે છે એટલે તેમને હૉકર્સની પૉલિસી પણ લાગુ પડતી નથી. અમે આ અરજીને સુઓ મોટો હેઠળ જનહિતની અરજીમાં ફેરવવા રજિસ્ટ્રીને જણાવીએ છીએ. અમે એ બાબતે ખાતરી કરવા માગીએ છીએ કે આ રીતે ફુટપાથ અને અન્ય જગ્યાએ અતિક્રમણ કરીને ફેરિયાઓ ફરી પાછા બેસે નહીં.’

મુંબઈના ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કોર્ટના આ આદેશને વધાવીએ છીએ. મુખ્યત્વે ગેરકાયદે બેસતા હૉકર્સ માટે વૉર્ડ ઑફિસરને જવાબદાર ગણવા કહ્યું છે એ સારું પગલું છે. અમે ગેરકાયદે બેસતા ફેરિયાઓ સંદર્ભે ગયા અઠવાડિયે કમિશનર, બીએમસીના કમિશનર અને સીએમને ઈ-મેઇલ મોકલીને રજૂઆત કરી છે. ’

સ્કાયવૉક પર ફેરિયાઓને જગ્યા અપાય તો અનેક સમસ્યાનો ઉકેલ
હાલ એ સ્કાયવૉક પર ચરસીઓ બેસી રહેતા હોય છે તેઓ પણ હટી જશે. વળી બીએમસી એ ફેરિયાઓને ચોક્કસ જગ્યા ફાળવીને રેવન્યુ પણ ઊભી કરી શકે છે જે એ સ્કાયવૉકના મેઇન્ટેનન્સ માટે વાપરી શકાય. જે લોકો ખરીદી કરવા માગતા હોય તેઓ સ્કાયવૉક પર જઈને ખરીદી કરશે. જો જરૂરી હોય તો બહારની સાઇડથી એના પર ચડવા માટે એસ્કેલેટરની સુવિધા મૂકી શકાય. આમ એક જ સૉલ્યુશન અનેક સમસ્યાઓનું નિરાકારણ બની શકે એમ છે.’ 

mumbai mumbai news brihanmumbai municipal corporation bakulesh trivedi