સેફ્ટી પિન ગળી જનાર 14 દિવસના બાળક માટે દેવદૂત બન્યો કૉન્સ્ટેબલ

19 June, 2020 07:22 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સેફ્ટી પિન ગળી જનાર 14 દિવસના બાળક માટે દેવદૂત બન્યો કૉન્સ્ટેબલ

જીવ બચાવનાર પૉલીસ કોન્સ્ટેબલ

વડાલામાં રહેતા ગરીબ પરિવારનું ૧૪ દિવસનું બાળક સેફ્ટી પિન ગળી જતાં એ તેના ગળામાં અટકી ગઈ હતી. એ વખતે તેનાં માતા-પિતા બહુ મૂંઝવણમાં મુકાઈ ગયાં હતાં. તેઓ રસ્તા પર બેબાકળાં બનીને કેવી રીતે બાળકને બચાવવું, ક્યાં જવું એવું વિચારી રહ્યાં હતાં એ વખતે વડાલા ટીટી પોલીસ-સ્ટેશન સાથે સંકળાયેલો કૉન્સ્ટેબલ કોળેકર તેની બાઇક પર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે અકળાયેલાં માતા-પિતાને જોઈને વિગત પૂછતાં તેમણે હકીકત જણાવી હતી. કૉન્સ્ટેબલે તરત પોતાની બાઇક પર જ એ બાળકને કેઈએમ હૉસ્પિટલ પહોંચાડ્યું હતું. બાળકને સમયસર સારવાર મળી હોવાથી તેનો જીવ બચી ગયો હતો.

mumbai mumbai news wadala